આવતાજતાં સચવાતાં અટવાતાં મિત્રો ઘણાં મળે છે -ક્યારેક સાથે તો ક્યારેક હોવા ખાતર હોવા માટે હાથ તાળી વાળા તો કયારેક સામસામી વાળા તો સાડાબારી વાળા.સાવ અંગત તો કેટલાક સાવ સંગત.યાદ કરું છું એવાય ને કે જેઓ અધવચ્ચે છોડી ચાલ્યા ગયા તો કેટલાક એવાય છે કે જેઓ અધવચ્ચે આવી મળ્યા ને હજુય રહ્યા છે એવા ને એવા મિત્રો -સાથે કામ કરતાં -તો કેટલાક ફક્ત પોતાનું જ કામ કરતાં -કેટલાક એવાય છે કે જેઓ એ રાહ ચીંધ્યો ને પછી કયારેય મળ્યા નથી ને મળવાની કોશિષ સુધ્ધા કરી નથી -મને મળ્યા છે તાકાતવર -નમાલા તો ક્યારેક સવાયા મિત્રો.મને યાદ છે કે કશુંજ ન કરતા હોઈએ ત્યારથી માંડી ને અત્યારે કંઈક કર્યા નો સંતોષ થયાં ની ક્ષણે તેઓ નથી નો રંજ છે.એનેક પ્રસંગો છે તેમના કેટલાક નેક છે યાદ છે કોલેજ કાળ માં મળેલો એક મિત્ર ઘનશ્યામ ભમ્મર જે હતો લોકશાળા ખડસલી નો જેના અન્ય મિત્રો કાંતિ માલસતર શૈલેષ ને પૂનમ કરમુર -આ એજ પૂનમ કરમુર કે જેણે મને એમ એ કરતી વખતે આઈ આર પી એમ કરવા કહ્યું ને અન્ય એક બીજા એ જયારે મ્હેણું માર્યું કે તું ગુજરાતી સાથે બી એ -એમ એ કરીને વધુ ને વધુ એક શિક્ષક ની નોકરી કરીશ !!એમાંય તારે બી એડ તો કરવું જ પડે ..એવું કહી ઉશ્કર્યો.ને જોત જોતામાં પેલા કરમુર ની વાતે હું એમ આર ની નોકરી છોડી ને ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફ વળ્યો એ ની સાથે નો પેલો શૈલેષ તો હમણાં થોડા સમય પહેલાં જ મારા આશ્ચર્ય વચ્ચે દુનિયા છોડી ગયા ના સમાચાર મળ્યાનો આજેય રંજ માતો નથી ,તો કેટલાક મિત્રો સાથે ભણતાં ભણતાં છેક વિદેશ જઇ વસ્યા.તો કેટલાક નજીક હોવા છતાં વિદેશ જેવું મળતાં રહે છે -કેટલાક દારૂની લતે થી ફરીપાછા ફરી રહયા છે તો કેટલાક નાની ગૉલ્ડ ફ્લેક પીતા બસ એટલુંજ સાયુજ્ય કેળવીને બુઝાઈ ગયેલા પણ છે કેટલાક શબ્દો સાથે મળેલા તો કેટલાક અશબ્દ થઇ ગયેલાં છે-કેટલાક મને વાંચે છે !!પણ હોઠ ભીડી ને મને ઝંખતાંય હશે -કેટલાક વારે તહેવારે આછું પાતળું મળી ને ફરી મળીશું ના વાયદે ખોવાયેલા પણ છે.તો વળી કેટલાંય ન મળ્યા ના રંજે છે તો કેટલાક મળ્યા હોવા છતાં ન મળ્યા જેવા છે.પણ હા મિત્રો જેવા છે એવા છે - હતા ને રહેશે.કેટલાક સફરનાં છે તો કેટલાક અફર ના છે .મિત્રો મારા વર્ષો જુના પડછાયા છે.સાથે રહેતાં તો કયારેક અંધકારમાં ખોવાતાં કયારેક નાના તો ક્યારેક આધેડવયના.પોતે બેફિકર છે એવુંય જતાવતાં કાયમ સંભાળ રાખતાં એવાં સાંધા જેવા તો કયારેક વાંધા જેવાં મિત્રો મારે સરઆંખો પર !!વિદેશ માં સેવઉસળ ખવડાવતા તો દેશમાં મેક્સિકન ટાકો ખવડાવતાં એવા મિત્રો જેવાં છે એવાં મારા પોતાનાં છે આ બધા મિત્રો!!
No comments:
Post a Comment