આપણે ત્યાં નામાવલીનો મહિમા પુત્ર કે પુત્રી ના જન્મ સમયે જ હોય છે પણ કહેનારા તો એવું પણ કહે કે " નામમાં શું છે ? શેકસપિયર ને શૅલી કહો ને !!" અક્ષર ગણો સત્તર છે. હાયકુ સીધું લખ્યું છે!! ખેર અમદાવાદ અદભૂત શહેર છે.રોજ બદલાય છે -દસ અગિયારમાં અહિયા રહી પાછો ફર્યો છું -આજેય એકાદ ગલી ચૂકી જવું છું -એકવાર કો'ક રસ્તેથી તો બીજીવાર બીજા રસ્તેથી એક જ સ્થળે પહોંચી જવું છું !!તેમ છતાં હજુ શીખું છું.આ શ્હેર.-ખેર ,મૂળ વાત પર આવું કે હમણાં થોડા સમય પહેલા ક્યાં નું શું વખણાય છે એની યાદી આવી હતી બધી ખાણી -પીણીની અનેકવિધ વાનીઓ ની બાબતે યાદી હતી -ત્યારે સમજાયું કે હજુ ઘણું બાકી છે !! એક વાત ઉમરેવી છે નામમાં શું છે -લાલસોટ રાખો!! ,ઓફિસે થી પાછો ફરતો હતો ને એક સ્થળે વાંચ્યું મોટા અક્ષરે લખ્યું હતું લાલસોટ મને વિસ્મય થયું.-રસ પડ્યો હું પાછો વળ્યો દુકાન પર પાટિયું હતું વિષ્ણુ લાલસોટ પાર્લર મેં જોયું પાન ની દુકાન હતી મેં આધેડ વયના એના માલિકને પૂછ્યું કાકા લાલસોટ એટલે તો જીણી આંખ કરી ને કહે વરસો પહેલા ગીતામંદિર પાસે પાન ની દુકાન હતી એના પાન વખણાતાં -બહુ મોટો કારોબાર હતો રોજ કઇ કેટલીય પાન ની બીડીઓ વેચાતી -એથી નામ પડી ગયું લાલસોટ !! મેં પૂછ્યું તો એ શું તમારા પૂર્વજો હતા -તો કહે ના આતો મારે પાન ની દુકાન કરવી હતી મારા સંબંધી એ કહ્યું લાલસોટ પાન રાખો દુકાન જામી જશે -મારા પૌત્ર નું નામ વિષ્ણુ છે માટે મેં નામ રાખ્યું વિષ્ણુ લાલસોટ .ને જોડ્યું લાલસોટ ભગવાનની દયા છે ,મેં પણ પાન ખાધું. વશિષ્ટ કાથો હતો.અરીસામાં મોં જોયું લાલચોળ હતું.મનોમન નર્ધાર કર્યો જો માત્ર નામ વાપરનાર આટલું સરસ પાન લાલચોળ બનાવતો હોય તો ઓરીજનલ તો કેવું ફાંકડું પાન બનતો હશે ? હું ત્યાંથી નીકળી ગયો નામથી આકર્ષયેલો પાનનો શોખીન જીવ છું કો'કવાર અચૂક જઇશ પાન ની લહેજત માણવા -લાલસોટ ની દુકાને.અત્યારે તો વિચારું છું કે નામ માલિકે રાખ્યું હશે કે ખાનારાઓ એ.આ ભેદ તો જાણીને જ રહીશ હાઇકુ અહીંયાની કવિયત્રી મિત્તલ રાજગોરનું જ છે.અમારી દોસ્તીના રંગ જાણે જામ્યો હોય લાલસોટ.
Friday, July 27, 2018
Monday, July 23, 2018
વિહતની જાતર-લોકાભિમુખ 2
હું સફરમાં છું .આ પૂર્વે પણ લોકાભિમુખ માં વાત માંડી હતી -આજે પણ કઈક એવું જ બને છે .અમારી કંપની ના ડ્રાઇવર સાગરભાઇ દેસાઇ જોડે એક પ્રસંગે નજીકના સ્થાને જવાનું થાય છે -એમની ગાડી પર લખ્યું છે વાલી વિહત.દેસાઇ હોવાને નાતે પોતે ભારાડી અને મને મારા મોટાભાઇ જેવા લાગે -એમની સાથે વાતો કરવાની ખૂબ મજા પડે.એમની ભાષા બોલી આપણા કરતા જૂદી છે .મેં આમજ પૂછ્યું કે આ તમારી વિહત માં જે છે એ ક્યાંના ? ને એમણે શરૂકરી કથા -પારકર થી આવેલા અમારા વિહત માં -પાડા પર એમની સવારી અેમને વીસ હાથ છે અેટલે મેં મનોમન ગોઠવ્યું- વીસહથનું અપભ્રંશે વિહત થયું હોવું જોઇએ કથા આગળ ચાલે છે અેકવાર અેવું બને છે કે.. ભવપરાનો મોતિયો તરગાળો આવી દેહાણા ગામના સરપંચને ચાચર ચોકમાં રમવા માટેની પરવાનગી માંગી-સરપંચે કહ્યું તું કાલે રમજે આજે તો ગામમાં -જીવણમારની વેહ છે વિહતની જાતર છે -પણ તરગાળા એ તો એ વાતની પરવા કર્યા વગર જ ચાચરમાં રમવાનું શરૂ કર્યું -જોતજોતામાં ભીડ જામી -વેશ જામ્યો ને મોતિયો રમણે ચડ્યો માટલા માં ગરબો લઇ ને આવણું પોકાર્યું માતાનો ગરબો હીંચે ચઢ્યો ને બીજીબાજુ રમેલ ઢોલ વાગ્યો એક બાજુ ચાચરમાં ભવાયો રમે ને બીજીબાજુ માની જાતરનું તેડું આવ્યું -એકબાજુ ભુવો ધૂણે ને બીજે તરઘાડો રમે -ખરા ખરીનો ખેલ જામ્યો પણ આ શું વિહત ની જાતર એટલે એમાં તો જવું જ પડે ને એક પછી એક લોકો ખસતા ખસતા ટોળું વીખરાયુંને -છેલ્લે એકલો રહી ગયો મોતિયો .મોતિયો તો વેશમાં હતો તે હાથમાં ગરબો લઈને પહોંચ્યો જાતરમાં -ભુવો જાતર માં આશીર્વાદ આપે સૌનું ભલું થાજો -જેને જે મનમાં હોય એ મુરાદ પુરી થવાના ઓરતાં રચાય -સઘડી લઇને પહોંચ્યો મોતિયો ઘૂંઘટમાંથી ઝૂકે માંની જાતરમાં માંને નમી નમી ને પગે લાગે માડી એ આપ્યા અંતરના આશીર્વાદ દૂધને બાજરી બહુ મળો ને પછી મોતિયો કહે માં દૂધને બાજરી તો છે જ પણ મને તો પા શેર માટી ની ખોટ છે -માંએ એને કહ્યું કે નવ મહિને તું એક દીકરાની માતા બનશે-મોતિયો કહે માં સાચવીને આશીર્વાદ આપજો -ભુવામાં ધૂણતી વિહત બોલી અફર છે મારુ વ્હેણ ને મોતિયાએ પોતપ્રકાશ્યું ને તાબોકો પાડી ને કહે હું તો પુરૂષ છું .જાતર માં સોપો પડી ગયો -ડેકલો વગાડ -વગાડ માવડીયા જા તને વિહત કહે છે કે હવે તને એક નહીં પણ અઢાર મહિને બે જોડિયા અવતરશે -દિવસે દિવસે મોતિયાનું શરીર ગળતું જાય છે પેટ મોટું થાય છે ને અઢાર મહિને અવતરે છે બે જોડિયા નામે નાનીયો ને ભડિયો -એમનાં પોષણ માટે દૂધ ની બાબતે બાજુના ગામની વલવી વાઘરણ ને બોલાવવામાં આવે છે એની છાતીમાંથી દૂધ ની ધારાઓ વછૂટી ને સીધી જાય છે નાનીયા ને ભાડિયા ના મુખમાં -આવી હતી પરચાવાળી અમારી વિહત જેના સ્થાનકો ચારોલ-વિસતપૂરા ને ઇન્દ્રોડા -સાણંદ માં છે યુ ટ્યુબ પર રેગડી મોજૂદ છે.મારી આ સફરમાંલોકાભિમુખ થતાં એક નવાં જ વિસ્મયને મળ્યા નો આનંદ છે.
Sunday, July 22, 2018
ભલે અમે રહ્યા થોડા હરખ પદુડા ઘેલા -અમે છીએ જ એવા!!
અમે અવસર ઘેલા. અમારે ત્યાં સત્યનારાયણ ની ક્થામાંય વીસ જેટલા માણસો જમનાર હોય.કશું થોડું ન પરવડે બધામાં હૈસો -હૈસો.અમથા અમથા નોતરાં દેતા ફરીયે -ભેગા મળી ને જમવાનો આનંદ.મને મારી બા સામેથી જ પૂછે આ વર્ષગાંઠે કોને કોને બોલાવશું .તારા કેટલા ભાઈબંધો આવશે ? હું કહું પાંચ ને આવી ચઢે બાર -ઘરમાં એની કોઇ ને નવાઇ નહીં -માત્ર આનંદ .મમ્મી કહે મહેમાન ક્યાં છે .અન્નપૂર્ણાની કૃપા પણ એવી કે ક્યારેય કશું ખૂટે નહીં .પપ્પાની આદત રસોડે શું છે -શું ઓછું છે કે ખૂટશે ની પરવા કર્યા વગર મહેમાન સામે ઓર્ડર કરે કે પેલું લાવજો -ક્યારેક મમ્મી અંદર મને બોલાવી ને ખૂટતું લેવા મોકલે ને -બધું સચવાઇ જાય -કોઇ ને ખબર સુદ્ધાં ન પડે -પહેલેથી સગા વહાલા નો આવરો-જાવરો .મને યાદ નથી કે હું કોલેજથી ક્યારેય એકલો ઘરે જમવા આવ્યો હોઉં .જોડે એકાદ હોય -મારી બા તેઓ ના દેખતા ભાખરીઓ ગરમા ગરમ ઉતારે -શાક ઘટે તો ફ્રીઝ માંથી શ્રીખંડ નો ડબ્બો નીકળે -આનંદ કરતા જમતા હોઈએ -લઘુરુદ્ર અમાસે થતો -હું તો જાહેર જેવું જ આમંત્રણ આપતો બ્રાહ્મણો જમે ને જોડે અન્ય બીજા કઇ કેટલાય ઉમેરાય -પહેલા રોશની ને થતું કે આ બધું શું છે ? પણ સમયાંતરે એ પણ જોડાતી થઇ -કયારેક પાર્ટી હોય તો કયારેક હરખ ના તેડાં એ પણ હસમુખી અને ઉત્સાહી હોવાને નાતે બહુ વાંધો ન આવે -બસ એટલું ખરું કે મમ્મી જોડે એ પણ રસોડામાં ભરાયેલી જ રહેતી.હવે ભવ્યભાઇ પણ ઘણા ખરા રંગે રંગાયા એમની જોડે પણ એમના દોસ્તો નો મેળાવળો જામે છે . સમયાંતરે શારીરિક શ્રમ ની ક્ષમતા માં વધ ઘટ થતાં પ્રસંગો ની સંખ્યા માં વધારો ઘટાડો નોંધાય છે પણ શિરસ્તો તો હજુ ચાલુજ છે -કેટલાક કવિ મિત્રો મમ્મી ને અન્નપૂર્ણા કહે -ગૌરવ છે એ બાબત નું ઈશ્વરની પાસે એટલું જ માંગવાનું કે બસ અમને શક્તિ આપ .માણસ ક્યાં છે ? મહેમાન ક્યાં છે ?કોઇ ક્યારેક પૂછે કે બધાને ખવડાવી શું મળે છે ?એનો જવાબ છે આનંદ .બેઠો છે ને પેલો હજાર હાથ વાળો પછી શેની ચિંતા -બસ આવનાર ના ચહેરા પર નો આનંદ એજ અમારી ઉપલબ્ધી.બાકી તો બધાય જીવે છે.ભલે અમે રહ્યા થોડા હરખ પદુડા ઘેલા -અમે છીએ જ એવા -હતા ને રહીશુ કાયમ .
Saturday, July 21, 2018
નિસ્બત અમથા અમથા રવાડે ચઢાવે!!
નિસ્બત વડે જીવાય છે. સીધી કે આડકતરી રીતે આપો આપો એ બંધાય છે. કોઇ પણ છેડેથી જોડાય છે.સમયાંતરે લંબાય છે.ક્યારેક સમયના અભાવે બટકી પડે.અકારણ ક્યારેક સમેટાઇ ને ગોટો વળી કોરાણે મૂકાય છે નિસ્બત.પલકારે સચવાતી હશે તો ક્યાંક માથે હાથ ફેરવતાં એકદમ નજર સામે પ્રત્યક્ષ બનતી હશે નિસ્બત.દૂર ના સબંધે દૂર રહે.નિકટ હોતો અકળાવે એટલી હદે ભીંસે નિસ્બત.મિસકોલ થકી પણ ઘટે તો ક્યારેક એસ એમ એસ થકી પણ મોબાઇલ માં લાઇટ બની ઓલવાય નિસ્બત.સરખા ભાગે વ્હેંચતી હોય ને સરખામણી માં રહેંસાતી હોય નિસ્બત.ક્યારેક ભૂખ તો ક્યારેક તરસ બની ટળવળે નિસ્બત .સબંધે ક્યારેક આડી ઉતરે તો ક્યારેક સબંધે સબળ જણાય નિસ્બત રુવાબી -મખમલી પોત ધરાવે છે .કોકની આંખ છલકાવે છે નિસ્બત.મારી સ્કૂલ નો પટાવાળો ઘંટ વગાડતા પહેલા કાયમ ટેન્શનમાં ફરતો સમય ચૂકી ન જવાય ની બાબતે કાયમ ઉગ્ર અને ઘંટ વગાડી દીધા પછી પણ બે ત્રણ વાર ઘડિયાળ તો સાચો સમય બતલાવે છે ને ? પોતાની ડ્યુટી બજાવતો -ઘંટે સમયસર વાગતી ટન ટન નિસ્બત .અમારે ત્યાં ઉનાળામાં એક વાઘરણ કેરીઓ વેચતી એ વિધવા થઇ ગઇ તો એને ટેકો કરવા ચાર પેટી અમે ખરીદી -નિસ્બતે જ તો ?થોડા વરસો પછી અમે જાણ્યું કે પેલો પટાવાળો નામે ઘેલો ગુજરી ગયો એ દિવસે શાળામાં રજા પડી ગઇ -નિસ્બતે, પણ કયારેક આ નિસ્બત ચવાતી હોય છે તો કયારેક સચવાતી હોય છે.ઘણીવાર તો નિસ્બત અમથા અમથા રવાડે ચઢાવે!! -હું અહીંયા ખુશ છું- પણ તેઓ શું કરતા હશે ?નોટ્સ ની વચમાં કો 'ક ગુલાબના ફુલજેવી નિસ્બત જીવે .કોર્નાક ના મંદિર માં એકમેકથી ક્યારેય ન છૂટતી એક મેકની આંખોમાંઆંખો પરોવી અનિમેષ જોતી નિસ્બત.કયારેક જીસસ ના ખીલે જડેલી નિસ્બત તો ફોટા ની બે ફ્રેમમાં બા અને દાદા ની વચમાં સવારે દર્શને મીંચાતી આંખો નિસ્બત -બીજા વર્ષે તો પેલી વાઘરણ નાતરે જાય છે ને એ વાતે અમે ફરી ચાર પેટી વધાવીયે છીએ -નિસ્બતે . પાણી ના પાઉચમાં બે રૂપિયે વેચાતી ભૂખ નિસ્બત.કોઇ ને કોઇ કારણે જળવાતી સાચવતી લંબાતી હરખાતી -વળખાતી -ભરમાતી નિસ્બતને સો સલામવાળી નિસ્બત .
..
Thursday, July 19, 2018
વરેણ્યમ ની શુદ્ધતા ભળી ગુજરાતી ફિલ્મોમાં.- બેક બેન્ચર થકી.
વરેણ્યમ ની શુદ્ધતા ભળી ગુજરાતી ફિલ્મોમાંબેક બેન્ચર થકી.આવું કહુ છું ત્યારે ખૂબ સભાનપણે સાક્ષીભાવ ઉમેરાય છે. જેને વિનમ્રતા મળી છે મોસાળ માંથી ને સંગીત મળ્યું છે પિતૃ પક્ષેથી એક એવા સૂરીલા કંઠ ના સ્વામી વરેણ્યમ ને આજે કોણ નથી ઓળખતું ? એ સવાલ છે .ટીવીના રૂપેરી પરદે જેણે અનેક સ્પર્ધાઓમાં પોતનું કૌવત બતાવ્યું છે એવા વરેણ્યમ પલ્લવ પંડ્યા આવતીકાલે પોતાના નવલા ગુજરાતી ચિત્રપટ પર સૌ પ્રથમવાર બેક બેન્ચર માં મારુ આકાશ।.. ગીત પીરસશે.-વરેણ્યમ એ મુંબઇ માં વસે છે ને ગુજરાતીમાં શ્વસે છે . મને એની સાથેના ઘણાં પ્રસંગો યાદ આવે છે જેવાકે એ ત્રણ વર્ષ નો હતો ત્યારે (પલગુમમ) ચોખા નો બનવેલો પૂડો ખાતો હતો ત્યારે કાલુ કાલુ બોલતાશીખ્યો કે એનાં મોઢે ડિક્સથૉ નું નામ સાંભળ્યું હતું.પછી સમયાંતરે એ સંગીત શીખતો ગયો ને જોત જોતામાં તો ઇન્ડિયન આઇડિયલ ના સારેગમપ અને પછી તો જગ્ગા જાસૂસ જેવી ફિલ્મોમાં પણ ચોકલેટી ચાચુ જેવું ગીત આપણે ધરે છે -એનો અવાજ લગભગ બાર જેટલા અન્ય બીજા સિંગરો ની સાથે સ્પર્ધા કરતા કરતા પેક અપ ના છેલ્લાં દિવસે પસંદગી પામે છે ને ફિલ્મ માં ઉમેરાય છે જાન.-આવતીકાલથી સિનેમા ઘોરોમાં ગુંજશે એક ગુજ્જુ છોકરાનો ગુજ્જુ ફિલ્મમાં સુરીલો અવાજ.જે નજાકત અને લાસ્ય સાથે સંદેશ આપશે નવા શાળા એ જતાં ભુલકાઓને જોવાલાયક તેમજ માબાપે જીવનમાં ઉતારવા લાયક ફિલ્મ..જોકે ફિલ્મ વિશે વાત થતાં થશે પણ એક ઉગતા નવા અવાજ ને પોંખવાનું આપણે ચૂકી જઈએ એ કેમ ચાલે? આવતીકાલથી સિનેમાઘરોમાં બેક બેન્ચર-એકદમ નવા જ વિષય સાથે -નવી જ પ્રતિભાઓ ને લઇ ને છવાઇ જશે.ફિલ્મના રમ્ય પાસાઓની વાત વિગતે જરૂર માંડીશ!!ઓલ ધે બેસ્ટ . ખૂબ સફળતાઓની શુભકામનાઓ સાથે.
Tuesday, July 17, 2018
બર્થ ડે બમ્પ્સ Birthday Bumps
એ... ત્રીજીવારનું પોલીસ ની વાન નું સાયરન વાગ્યું...આ પહેલા બે વાર વાન ભરીને પોલીસમેન ઠલવાયા હતા.કોર્ટ બહાર રાજ્ય તથા દેશના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટરો નો મેળો જામ્યો હતો .લગભગ ટીવી ચેનલો પર બ્રેકીંગ ન્યુઝ આઇટમ બર્થ ડે બમ્પ્સ ની આજે ઐતિહાસિક ચૂકાદાની તારીખ હતી -બર્થ ડે બમ્પ્સથી તેનાંજ મિત્રો દ્વારા થયેલા કૃત્ય જ્હોન ની પાર્ટીમાં હાજર રહેલા એ અઢાર જણા ના ભાવીનો ચૂકાદો હતો -એ અઢાર જણા ને કોર્ટમાં લાઈનસર ઉભા રાખવામાં આવ્યા હતા..એ બધાના ફોટા બતાવવામાં આવતા હતા. ન્યુઝ ના રસિયા આ જોવા માટે ટીવી સામે ગોઠવાયા હતા -કોણ જાણે કેમ ફાઈલ તસ્વીરોમાં એમની પ્રૌઢ ઉંમર તેઓના નિર્દોશ હોવાની ચાળી ખાતી હતી -પણ બીજીબાજુ મીડિયાને જોઈતો મસાલો મોજૂદ હતો -કેટલાક ઉત્સાહી કહેવાતા મીડિયા વાળા ઓ એ તો કૉલેજમાં ચાલતી રેગિંગની પ્રથાને એની સાથે જોડીને ડિસ્કશનનો મુદ્દો બનાવી દીધો હતો.પબ્લિક પોલ પણ લેવાતો હતો -માહોલ માં ગરમી સાથે ઉત્સુકતા હતી ...વાત એટલી હતી કે સાંઠ વરસના જ્હોન સ્મિથ ની બર્થ ડે સેલિબ્રેટ કરવાનો સૌથી પહેલો વિચાર એની બાજુ ની રૂમ માં રહેતો એના કરતા ત્રણ વરસ મોટા મિત્ર વિલસનના દિમાગ માં જન્મ્યો હતો.જેણે એ દિવસના સપ્તાહ પહેલાજ એને અમસ્તા જ પૂછી લીધું કે બર્થ ડે ના દિવસે શું કરે છે ? જ્હોને કહ્યું કઈ ખાસ નહીં..બસ એ દિવસથી કોમન ફ્રેંડસને બોલાવીને પાર્ટી ગોઠવવાનો અને સરપ્રાઈઝડ પાર્ટી આપવાનો આખો પ્લાન ઘડી નાખ્યો- કો'કે બિરિયાની લાવવાનું કહ્યું તો કો કે બ્રેડ -વાઈન -કેક -શૅમ્પેન -બાઇટિંગ વગેરે વગેરે જેને જે અનુકૂળ લાગ્યું એ સ્વેચ્છાએ સ્વીકાર્યું ..સાંજે સાત વાગ્યાનો સમય નક્કી કર્યો .એ મુજબ બર્થડે ના દિવસે કોઇ એ ન વિસ કરવું બધાયે ભેગા મળી ને જોડે કહેવું નક્કી કર્યું..એ દિવસે જ્હોનને નવાઇ લાગી કોઇ નો ફોન નહીં ? એણે પોતે તારીખિયામાં ઘડિયાળ માં ક્ન્ફોમ કર્યું તારીખ તો બરોબર જ હતી -સાંજે સાત વાગ્યા સુધી કોઇ ફર્ક નહીં બરોબર સાંજે સાત ના ટકોરે એક પછી એક એમ અઢાર જેટલા મિત્રો એ જ્હોન નો રૂમ માથે કર્યો .. બધા સાંઠ વટાવેલા મિત્રો આવી ચઢ્યા -કેક થી માંડી ને સ્નેક્સ સુધી ને બાઇટિંગ થી માંડીને વાઇન અને ડેઝર્ટ સુધીનું બધું ગોઠવી દીધું ડાઇનિંગ ટેબલ પર ..જ્હોન ખરેખર સરપ્રાઈઝડ હતો -એના ચહેરા પર ના ભાવો કેહતા હતા કે એ વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ છે -ભેટ સોગાત થી રૂમ ભરાઇ ગયો ..હા હા હી હી માં આઠ ને વીસ નો સમય ક્યારે થયો એની કોઈને ખબર સુદ્ધા ન પડી કેક કટિંગ ટાઈમ ...કોઈ બોલ્યું ...!!ને ત્યાંજ જ્હોને પૂછ્યું જેક ક્યાં છે ¬વિલસને કહ્યું એ એના દીકરાની વહુ ને આવીજ રહ્યો હશે। ....આપણે ઉજવી નાખો !!પણ જ્હોન અટક્યો જિંદગી ના સુખ દુઃખ ના દિવસો જેની સાથે વિતાવ્યા હોય એને મૂકીને થોડી કઈ કેક કાપી નંખાય ?એણે બધાને જરા રોકવા કહ્યું …ત્યાં સુધી ડ્રીંક ચાલુ કરીયે..તો ¬એ પછી તરત કોઈ બોલ્યું ત્યાં સુધી બર્થ ડે બમ્પ્સ..બધા હૈસો હૈસો કરતા એને ઘેરી વળ્યા..એની ટિંગા ટોળી કરી ને એક બે ત્રણ કરતા કરતા છેંતાલીસ સુડતાલીસ અડતાલીસ પણ આ શું ¬પચાસ પહેલા તો જ્હોન ખલાસ !!ખબર પડે ત્યાંતો અરે હજુ હમણાં તો ¬ને એમના એક ડોક્ટર મિત્ર એ જ્હોન ના હસતા ચ્હેરા નું નાક તપાસ્યું। ..નાડી તપાસી ને થોડી વારે એટલું બોલ્યો નો મોર..શાંતિ ને પછી એ શાંતિ ને ચીરતો અવાજ આવ્યો હેપી બર્થ ડે ટુ ડિયર જ્હોન .. એ અવાજ હતો જેક નો પણ એ સન્નાટો આજ દિન સુધી એ લોકો ની વચમાં ઘુટાતો હતો પોલીસે બધાય ને લોક અપ માં મૂક્યા ફક્ત જેક ને છોડીને કારણ કે એ ઘટના પછી પહોંચ્યો હતો અને એ એક માત્ર સાક્ષી હતો એને થોડીક પૂછ પરછ બાદ છોડી મુકવામાં આવ્યો હતો આજે એની જૂબાની હતી બાકી બધાય ની કાર્યવાહી પુરી થઇ હતી...જેકે સરકારી વકીલ ને કહ્યું હું ગુનેગાર છું। ...જો હું એ દિવસે સમય સર પહોંચી ગયો હોત તો ...કરી ને એણે પોક મૂકી …જજ સાહેબે અત્યાર સુધી ચાલેલી તમામ કાર્યવાહી ના સબૂતો -પૂરાવાઓ -દલીલો -ગવાહો-મેડિકલ રિપોર્ટના આધારે એવું ઠેરવ્યું કે કોઇ એક ને આના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં જે થયું એ ઘણું ખોટું થયું હતું ગેરહાજર વ્યક્તિ ને આના માટે જવાબદાર ગણી શકાય જ નહીં। ...વિલસને આ પાર્ટી સદ આશય થી રાખી હતી માટે એને પણ જવાબદાર કહી શકાય નહીં તો મૃત્યુ માટે જો કોઈ જવાબદાર હોય તો એ જ્હોન સ્મિત પોતે જ છે કારણ કે મિત્ર ની ગેરહાજરી માં હું કેક કાપું જ નહીંની જો એણે જીદ ન કરી હોત તો ફાજલ સમય માં બર્થ ડે બમ્પ્સ નો કીડો કોઈના મગજમાં સરવળ્યો જ હોત ..આટલું કહેતા કોર્ટ પુરી થઇ અઢાર જણા ને થોડા મહિના ની સજા અને હવે પછી કોઇ ની પણ બર્થ ડે પોલીસ પરમિશન વગર ન ઉજવવાનું કહેતા કોર્ટ પૂરી થઇ -વરસો પછી એક રિટાયર્ડ જજ સાહેબ ની ડાયરી માંથી ઉપરોક્ત પ્રસંગ મળે છે જેઓએ એવું લખ્યું હતું કે 'જ્હોન સ્મિથ અને જેક એ શાળા કાળથી મિત્રો હતા.જેમાં જેક જ ફક્ત તેના પૂત્રો જોડે જોઇન્ટ ફેમેલીમાં થોડા માઇલ દૂર રહેતો હતો બાકી ના બધા જ જ્હોન સ્મિથ ના ઓલ્ડ એજ હોમના મિત્રો હતા જે એક રીતે તો પોતાનાઓથી દૂર રહેવાની સજા ભોગવી જ રહ્યા હતા....આ ડાયરી ના કેટલાક પાનાંએ મિસિંગ છે !!!
Tuesday, July 10, 2018
લોકાભિમુખ
સમયાંતરે બદલાય છે દિનચર્યા -નવું ઉમેરાય છે ઘડીકમા ને વિસરાય છે જૂનું અને શરૂ થાય છે સફર.મારી અંદર બહાર ની યાત્રા મંડાય છે -અવનવા અમદાવાદમાં હું ઉમેરવું છું.
તારીખ બને છે તવારીખ આમતો મજૂર દિવસ પણ કહી શકાય - પરંતુ તેને હું ગુજરાતના સ્થાપના દિન થી ઓળખવાનું વધુ પસંદ કરીશ. -મારા સંસ્કારોમાં પહેલાથી જ પડ્યું છે. કે ગાડી લઈને એકલા મંદિરે જવા કરતા કોઈને સાથે લેતા જઈ તેઓને પણ દર્શનનો લાભ મળે અને એજ કારણે નોકરી બાબતે જયારે અમદાવાદ જવાનું થયું ત્યારથી વડોદરા થી અમદાવાદની સફર માં કોઈ ને કોઈ ને જોડે લઈને જવાની શરુ થઇ સેવા. -બેહિસાબ બાબત જેમાં મને જે અનુભવો થયા તેની વાતો તારીખ વાર સાથે કરી શકું એમ છું. પણ વિગતોની જરૂરત નથી જણાતી માટે પ્રસંગો થી વાત માંડુ છું. અંદર ખાને એક ડર એ પણ છે કે દરવખત ની હકીકત ને તારીખવાર સાથે મૂકી ન પણ શકું.ખેર વાત માંડું છું. આ સફરની -અમદાવાદ થી વડોદરા જવા નીકળ્યો ત્યારે મનોમન એવો નીર્ધાર કર્યો હતો કે આ વખતે રણું તુળજા ભવાની ના દર્શન કરું પણ સમયને મંજુર નહોતું. મારી બાની વર્ષ ગાંઠ હતી.
એના આગલા દિવસે અમદાવાદ ી એકલો જ નીકળ્યો પરંતુ પાછા વળતાં એકાદ ને બેસાડું .એમ વિચારી ને દુમાડ પાસે એક હ્રુષ્ટ પૃષ્ટ ચોટલી વાળા બાહ્મણ ને પૂછી લીધું .ચલો બેસો -હિન્દી ભાસી પંડો બોલ્યો કિતના .? મેં કહ્યું બેઠો અેણે ફરી પૂછ્યું કિતના ? મને ભાવ ન આવડ્યો મેં કહ્યું. કુછ નહીં -જરા આશ્ચર્ય થી જોતો મારી જોડે પ્રશ્નાથૅે બિરાજ્યા। .સફર શરૂ કરી મોટેભાગે ટોલ પ્લાઝા આવે એ પહેલા વિગત જાણી લેવાની શંકાસ્પદ લાગે તો યહ લેના ભૂલ ગયા કહી એ ઈસમ ને ત્યાંજ ઉતારી બેક ટુ પેવેલિયન કરી શકાય. મને કહે હું વૈષ્ણવીદેવી મંદિરનો પૂજારી છું -ને મને મનોમન થયું 'હે..મા હું તો ન આવી શક્યો મંદિરે તારા દર્શને તો તું સામે થી આવીને બેસી ગઈ ધન્ય છે તારી કરુણાને।..વચમાં ઊગું જાગું થતા પંડા એ ગુજરાતના મંદિરો -આસ્થા અને લોકોની વાતો કરી. પોતે એમ.પી. નો હતો। મંત્રો વિધિ વિધાન નહોતો જાણતો -દ્વારકા રહી આવેલો આ પંડો ગુજરાતીઓથી પ્રભવિત હતો -છેલ્લા ઉતરતા કહેતો ગયો આપ દર્શનકો જરૂર આના અને પાછો ઉતારતા પૂછે બાબુજી કિતના હુઆ। .મેં કહ્યું દુઆઓ મેં યાદ રખના..જય માતાજી!!આમ થવાતું હોય છે લોકાભિમુખ..
Subscribe to:
Posts (Atom)