Tuesday, July 10, 2018

લોકાભિમુખ


સમયાંતરે બદલાય છે દિનચર્યા -નવું ઉમેરાય છે ઘડીકમા ને વિસરાય છે જૂનું અને શરૂ થાય છે સફર.મારી અંદર બહાર ની યાત્રા મંડાય છે -અવનવા અમદાવાદમાં હું ઉમેરવું છું.
 તારીખ બને છે તવારીખ આમતો મજૂર દિવસ પણ કહી શકાય - પરંતુ તેને હું ગુજરાતના સ્થાપના દિન થી ઓળખવાનું વધુ પસંદ કરીશ. -મારા સંસ્કારોમાં પહેલાથી જ પડ્યું છે. કે ગાડી લઈને એકલા મંદિરે જવા કરતા કોઈને સાથે લેતા જઈ તેઓને પણ દર્શનનો લાભ મળે અને એજ કારણે નોકરી બાબતે જયારે અમદાવાદ જવાનું થયું ત્યારથી વડોદરા થી અમદાવાદની સફર માં કોઈ ને કોઈ ને જોડે લઈને જવાની શરુ થઇ સેવા. -બેહિસાબ બાબત જેમાં મને જે અનુભવો થયા તેની વાતો તારીખ વાર સાથે કરી શકું એમ છું. પણ વિગતોની જરૂરત નથી જણાતી માટે પ્રસંગો થી વાત માંડુ છું. અંદર ખાને એક ડર એ પણ છે કે દરવખત ની હકીકત ને તારીખવાર સાથે મૂકી ન પણ શકું.ખેર વાત માંડું છું. આ સફરની -અમદાવાદ થી વડોદરા જવા નીકળ્યો ત્યારે મનોમન એવો નીર્ધાર કર્યો હતો કે આ વખતે રણું તુળજા ભવાની ના દર્શન કરું પણ સમયને મંજુર નહોતું. મારી બાની વર્ષ ગાંઠ હતી.
 એના આગલા દિવસે અમદાવાદ ી એકલો જ નીકળ્યો પરંતુ પાછા વળતાં એકાદ ને બેસાડું .એમ વિચારી ને દુમાડ પાસે એક હ્રુષ્ટ પૃષ્ટ ચોટલી વાળા બાહ્મણ ને પૂછી લીધું .ચલો બેસો -હિન્દી ભાસી પંડો બોલ્યો કિતના .? મેં કહ્યું બેઠો અેણે ફરી  પૂછ્યું કિતના ? મને ભાવ ન આવડ્યો મેં કહ્યું. કુછ નહીં -જરા આશ્ચર્ય થી જોતો મારી જોડે પ્રશ્નાથૅે બિરાજ્યા। .સફર શરૂ કરી મોટેભાગે ટોલ પ્લાઝા આવે એ પહેલા વિગત જાણી લેવાની શંકાસ્પદ લાગે તો યહ લેના ભૂલ ગયા કહી એ ઈસમ ને ત્યાંજ ઉતારી બેક ટુ પેવેલિયન કરી શકાય. મને કહે હું વૈષ્ણવીદેવી મંદિરનો પૂજારી છું -ને મને મનોમન થયું 'હે..મા હું તો ન આવી શક્યો મંદિરે તારા દર્શને તો તું સામે થી આવીને બેસી ગઈ ધન્ય છે તારી કરુણાને।..વચમાં ઊગું જાગું થતા પંડા એ ગુજરાતના મંદિરો -આસ્થા અને લોકોની વાતો કરી. પોતે એમ.પી. નો હતો। મંત્રો વિધિ વિધાન નહોતો જાણતો -દ્વારકા રહી આવેલો આ પંડો ગુજરાતીઓથી પ્રભવિત હતો -છેલ્લા ઉતરતા કહેતો ગયો આપ દર્શનકો જરૂર આના અને પાછો ઉતારતા પૂછે બાબુજી કિતના હુઆ। .મેં કહ્યું દુઆઓ મેં યાદ રખના..જય માતાજી!!આમ થવાતું હોય છે લોકાભિમુખ..

No comments:

Post a Comment