કે જેઅોને અેવી આશા હોય કે તેઅોનો અહિંયા દાજી,મોટાબાપા,બકુડીબેન કે પાટલાસાસુ જેવાં શબ્દસાર મળશે તો તેઅો ગલત છે.ઘરમાં નેવું વરસની બા ને નવ વરસનો ભવ્ય મોજૂદ છે-જેમાં નવ દાયકાનો ચોખ્ખો હિસાબ હાજરાહજૂર નજર સામે છે.મૂળવાત પર આવું તો હું જે બાલમંદિરમાં "ઘરમાં કામ હું ને મારી બા!" ભણ્યો ત્યારે મારી નોકરી કરતી "મા" અે મને અેવું શિખવવામાં પોતાનો સમય ન્હોતો વેડફ્યો કે અહિંયા "બા" નો અથૅ તારી દાદી નહીં પણ "મમ્મી" અેવો થાય છે!! એ મારું સૌભાગ્ય કે દૂરભાગ્ય શું કહું અે સમજાતું નથી !!પણ દરેક ધોરણમાં હું બદલાતી ચોપડીઅો અે જ ભણ્યો કે જેથી મારે બધુ લખવાનું જ આવ્યું ટપકાવવાનું કઇ મળ્યું નહીં ..!!ખેર મારી પપ્પા અેમનાં પોતાના મા- બાપ માટે બાપુને બા જેવાં સંબોધનો વાપરતાં જ્યારે તેમનાં કોઇ મિત્રો પણ અેવું જ સંબોધતા .અેટલે વાત અેમ બનતી કે "તું ન્હોતો ત્યારે પછી બા-બાપુજીને મળી ને હું નિકળી ગયો.."તો ય કોઇ ગોટાળો ના થાય કે ફોડ ના પાડવો પડે.બાપુજી જગત આખાના અને બા નું સંબોધન એક મેક નાં માતા પિતા માટે સાર્વત્રિક સર્વે માન્ય હતું .પછીના દસકામાં પાડોશી માં રહેતાં દંપતિ કાકા અને માસીનાં સંબંધે જોડાયા..અેટલે બાજુવાળા કાકાજોડે માસી અે મંગાવેલું શાક લેવાં જતાં ...ત્યારે સંયુક્ત વિભક્ત કે સમુહોની સરહદો બદલાતી -ખેર પછી શિક્ષણમાં અંગ્રેજી ના પ્રભાવો ગુજરેજી બન્યા ને અંકલ આન્ટી યુગ ચાલ્યો..અેમાં સીસ બ્રો ને નીસ ઉમેરાયું ..!!
સમયાંતરે વિદેશોમાં પ્રથમ સંબોધનો સંબંધને અે સિવાયનાં પ્રથમ નામે બોલવા બોલાવાની પ્રથા હતી.સ્ત્રીઅો મેડમ શબ્દે ખિજાતીને મીસ શબ્દે રિજાતી.ત્યાં તો હાફ બ્રધર્સ અને હાફ સિસ્ટરનાં પણ સંબોધનો મળે છે અર્થાત એક પિતાની બીજી સ્ત્રી સાથે વિકસેલા સંબંધે થતાં ભાઇ બહેનો જે સ્ત્રી અને પુરુષ બન્ને પક્ષે મોજુદ હતાં . ઇન લોઝ વિકેન્ડમાં મળતાં હતાં -ફ્રેન્ડો ફોન પણ કરતાં નથી -બેટરહાફ ની જોબ વિકઅેન્ડમાં ચાલુ જ હોય છે .જાનુ અને જાનુડી જેવાં સંબોધનો ગીતભોગ્ય બન્યાં ..તો અત્યારે તો તારા ફાધર અને મારા મધર સુધીની વાતમાં સંબંધોનાં શરૂ થવાનાં તબક્કામાં જ પૂછી લેવાની પ્રથા પ્રવેશી છે કે "હું તમને શું કહું? "
જેવી ઉક્તિઓ સુધી વાત પહોંચી છે ત્યારે બધા ભેગા થાય છે ખરા પણ જોડાતા નથી ની વાત આપણને ફેસબુક જણાવે છે.આપણે સંબંધો ખોઇ બેસેલાં છીએ પિતરાઇ કે મોસાઇ જેવાં વિભાજનો અને લોહીની સગાઇ જેવી વાતો હવે વ્હૉટ્સ અપ ના ગ્રુપ મારફતે બની અટકી પડી છે ત્યારે બાઇજી જેવાં શબ્દો ગીતની શોભા બની ગયાં છે.ભાભુ કે બોજાઇ એ સિરિયલો ના ફેમિલી શો પૂરતા સીમિત છે જયારે ભાભીજી ઘર પે હૈ ના આપણે સૌ બંધાણીઓને સંબંધોની લાચારી ના મહોતાજ બની ગયાં છીએ ત્યારે ખરેખર એવું કહેવાનું મન થાય છે કે જે છે એ સંબંધો સચવાય તોય ઘણું.
અંતે એટલું તો કહીશ કે ફેસબુક આપણને અન ફ્રેન્ડ ની ભાષા શીખવે છે જયારે મારું તો એવું માનવું છે કે મિત્ર એક એવો સંબંધ છે જે કાયમ ચાલુ વર્તમાન કાળ ભોગવે છે એ ક્યારેય મિત્ર હતો ન હોય શકે મિત્ર ભવિષ્ય ની ઘટના નથી એ તો હરહંમેશ ચાલુ વર્તમાનકાળ ની જ વાસ્તવિકતા છે ને રહેશે

