ન ટકે એ નાટક.સાંપ્રત સમયમાં પ્રાદેશિક ફિલ્મોની સાથે ટક્કર ઝીલવાં નાટક સજ્જતા કેળવતું જાય છે.રંગમંચ પ્રેક્ષકો સતત નવું ઝંખે છે.તેઓને સતત નવું પિરસવા માટે કટિબદ્ધ એવાં દિગ્દર્શકો નિતનવું કરતાં રહ્યાં છે ને રહેશે.ભાષા માટે બાર ગાઉં એ બોલી બદલાય વાસ્તવિકતા એ ને શિરોમાન્ય રાખીને જયારે કોઇ એની તળપદી ભાષા નો ઉપયોગ કરે છે ત્યારે એ બાબત ખરેખર સરાહનીય છે.સતીશ વ્યાસ એ નાટ્ય જગત માટે નવું નથી આ પૂર્વે પશુપતિ અને જળ ના પરદે જેવાં અદભૂત નાટકો આપી ચૂકેલા આ લેખક તાપી થી વાપી વચ્ચે બોલાતી દક્ષિણગુજરાતની ગણદેવી માં બોલાતી તળ ની ઘેરૈયાઓની બાની લખેલું નાટક "મેં ગંદેવીનો ગલો" લખે છે ત્યારે એની પરફોર્મન્સ અને થિયેટર વેલ્યૂ માટે તરાશવા માટે નાટકનાં દિગ્દર્શિકા સોનલ વૈદ્ય કુલકર્ણી ને કહે છે ત્યારે તેનો ડીટેઇલ લેખ તેઓ આપે છે. અહીં વાત પૂરી થઇ જતે પરંતુ નાટક જયાં લગી સ્ટેજ પર ન આવે ત્યાં સુધી નાટક શેનું ?
રઘુવીર ચૌધરી સાહેબ સોનલબેન ને ટકોર કરે છે.તમે આને ભજવી બતાવો તો જાણું ને નાટ્યકાર જ્યોતિ વૈદ્ય ની દીકરી હોવાને નાતે આ ચેલેંઝ્ડ પૂરી કરતું લોકબોલીનું નાટક "મેં ગંદેવીનો ગલો"નું મંચન શરૂ થાય છે.સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના હેઠળ રજૂ કરવામાં આવે છે જીવન જ્યોત ટ્રસ્ટ ના નેજા હેઠળ જે.ઝેડ। આટર્સ અને એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ અમરોલી સુરતનાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમીની સહાયથી એક અદકેરું નાટક"મેં ગંદેવીનો ગલો".
નાટકની વિષય વસ્તુ વર્ગવિગ્રહ પ્રેમ અને હક્કોની લડત ને ઉજાગર કરતું એક ટોટલ થિયેટરની ફીલિંગ આપતું લગભગ 20 જેટલાં કલાકારો દ્વારા ભજવાયેલું આ નાટક એ ખરેખર એક અદભૂત દ્વિ-અંકી નાટક બની રહે છે.હજુ આ નાટક ના બે થી ત્રણ શો થવાનાં બાકી છે.નાટકની કથા વસ્તુ ને ખોલી ને સ્હેજ પણ રસભંગ કરવાનો મારો ઈરાદો નથી પણ આ નાટક જોવાનું ન ચૂકશો.
એટલું ચોક્કસ કહીશ કે જો રઘુવીર ચૌધરી સાહેબે આવો પડકાર ન ફેંક્યો હોત તો કદાચ રંગભૂમિ ને આટલું સરસ નાટક ન મળ્યું હોત.ધન્ય છે કોલેજ ના એ વિદ્યાર્થી ઓ ને કે જેઓ એ જહેમત ઉઠાવીને તળપદી લોકબોલીને સચોટ ઝીલી.અમદાવાદ અદભૂત શહેર એ રીતે કે આ નાટક ની બોલી ને લીધે અહીંના અનાવિલ દેસાઇ સમાજ ના મોટાભાગ ના લોકો હાજર રહ્યાં ને કલાકારોનો ઉત્સાહ વધાર્યો.આગામી દિવસો માં આ નાટક ગુજરાત ની સફરે છે વડોદરાવાળાઓ જરૂર લાભ લે એવી આશાએ સૌ નાટ્યકર્મીને મારા અભિનંદન અને શુભેચ્છાઓ.


