Friday, September 28, 2018

પરફ્યુમ -પેન - પ્રેમિકા

સતત જેની  ખેવના તમને રહ્યાં કરતી હોય.તમે જેને પામવાં કોઇપણ હદ પાર કરી શકો.જે તમને નવતર લાગ્યાં કરે -ફરી ફરી એનાં તરફ તમારું મન વળ્યાં કરે.તમારી પાસે હોય ને છતાં તમને એની ઝંખના રહ્યાં કરે.એવી એકાદ બાબત હોય તો ઠીક છે !! પણ જો એવી ત્રણ ભિન્ન બાબત હોય તો ખિસ્સાંને પોસાવું ક્યારેક મોંઘુ પડે.રસપ્રદ બાબત તો એવી હતી કે મને આ બાબતોની કિંમત મને સમયાંતરે સમજાઇ !!પરફ્યુમની બાબતે એક દા એવું બન્યું કે મારાથી ગીવેનચી ના પરફયુમ ની શીશી ઢોળાઇ ગઇ  હતી !! પેન ની બાબતે પારકર ની એક પેન ઘરમાં મિસ્ત્રી બેસાડ્યો હતો તો એને માર્કીગ કરવા માટે આપી દીધી હતી!! અને પ્રેમિકા ને પ્રેમ કરીને કૉલ ન પાળી શક્યાં ના કારણે અમે છુટ્ટા પડ્યાં હતાં !!આ ત્રણ ને હું મારી ભૂલ ગણું છું પણ તેમાંથી કોઇના સંમોહનથી હું બાકાત નથી.મોબલા -પારકર -વોટરમેન -ક્રોસ -શેફર-લેમી જેવી પેનથી આજેય ખૂબ પ્રેમ છે. તો સેન્ટિયાગો -બ્રુટ -ચાર્લી -અજારો -પોલીસ -સી.કે.પોલો -કે ચેનલ આજેય મારા વોડરોબ ની શોભા છે. પ્રેમિકા જેનો આજેય સંપર્ક ખપ પૂરતો સમાચાર લગી નો સાબૂત છે.
આ ત્રણની ખાસિયતો એટલી છે કે રોમાંચ હજુ કાયમ છે.મને પેનની સખત તાલાવેલી હોય લખતા પહેલાં લગભગ એવી બાબતે કન્ફુઝ જ હોવું કે કઇ પેનથી લખવું ? ઇન્ક પેન ગમે અરુલની કેલિગ્રાફીનો સેટ હોય તો આપણને ભયો ભયો.ક્રોસ ખોસીને નીકળો તો કોર્પોરેટ જગતમાં સોટો પડી જાય.સમજવાવાળા મોબલા ને એના તારાથી ઓળખી પાડે.  જોકે લખાય તો સરખું જ પણ મજા માણે એની બાકી તો એક કવિ મિત્રને પૂછ્યું કે કઇ પેન લઉં તો મને હસતાં હસતાં કહે પાંચ રૂપિયાની!!જોકે બોરો ની સાદી રીફીલ થી માંડી ને બીક સુધીની પેનમાં આપણને રસ પડે..પેન નો ભાવ નહીં પણ ભાવવાળી પેન નું આકર્ષણ 
બહાર નીકળતા એ જ અસમંજસમાં હોવું કે આજે કઇ સુગંધ પહેરી નીકળું ? મને યાદ છે કે એડનવાળા ને ત્યાંનું મને પોલો સ્પોર્ટ સવિશેષ ગમે છે યમુના નું જોર્ડન કે ફિરદોસ આજેય આકર્ષણનું કેન્દ્ર છે અત્તર બાબતે અજમલ અને સેન્ડલ વ્હાલા રહ્યા છે-મિત્ર કલ્પેશ ઉપાધ્યાયે સેન્ટિયાગોની આદત પાડી છે.પરદેશથી આવવાવાળા ચેનલ 5 લઇને આવે.કયારેક મસ્ક -ઈવા રેડ -ડુ ઇટ -પોઇઝન-ફોર એવર ને કોબ્રા મારા માટે આકર્ષણ નું કેન્દ્ર રહ્યા છે ને રહેશે.
પ્રેમિકા બાબતે બે હજાર પાંચ સુધીનાં સંભારણા યથાવત છે ફક્ત કમ્પ્લેઇન એટલી જ છે કે હું બે હજાર અઠાર માં જમાના ની સાથે બદલાયો છું ને એ હજુય આપણે છેલ્લા મળ્યા હતાં એ સિવાયની બધીજ વાતોને પોતાના તાળવે ચોકલેટ ચોંટાડીને જીભ ફરાવવાની મજા માણે છે ને મને એ બાબતે ડાયાબિટીસ થયો છે!! એટલો ફર્ક છે પણ ઘેલછા ત્રણેયની છે ને રહેશે એનો આનંદ છે. 
         

Monday, September 10, 2018

કાગળ પર કંકુ ના

અમદાવાદમાં અનોખું ન જડે તો જ નવાઇ !!ભલે સ્વગોક્તિ લાગે પણ એટલું ચોક્કસ કહીશ કે મારી નું અનુભૂતિ  વિશ્વ આ નગર સાથે બદલાયું છે.સર્જનનો ધસમસતો પ્રવાહ કંઈક અલગ જમીન પરથી જ ધપે છે.હું પોતે મહેસૂસ કરી શકું છું આ બદલાતી જમીન પર પથરાયેલી એની વિકટતાઓને.સતત શીખતો રહું છું -બદલાતા વિશ્વ ને જોયાં કરું છું !!આજે સવારે મારી જોડે કંપની પીકઅપ સ્ટેન્ડ પરથી પહેલાં દરરોજને હવે જવલ્લે જ આવતા એવાં એક મિત્ર સાથે મારો પહેલેથી જ મનમેળ.પણ અમદાવાદી શિરસ્તા મુજબ ઓફિસ સિવાયની વાત નહિંવત થાય એ સ્વાભાવિક છે!!પોતે નજીકનાં એક ગામનાં હોવાના નાતે ક્યારેક ગામ શહેરની વાતો થાય.મેગાસિટીની વાતો ન્યારી.બધાપહેલાં સહવાસ અને પછી સમયાંતરે કામના સ્થાને નજીક પડે એવું રહેવાસનું વિચારે -આમ થતાં થતાં ગામડાં ખાલી થાય ને શહેરમાં ઠલવાય.થોડા સમય પહેલાં મળતાં ત્યારે વાત પરથી વાત નીકળે એવું જાણવા મળ્યું કે ઘરનાં વડીલો એ તેમનું એક જ્ઞાતિની જ  છોકરી સાથે ગોઠવી રાખ્યું છે.છોકરી પણ અમદાવાદમાં જ કોઇ ખાનગી કંપનીમાં જોબ કરે છે.
સાંજ પડે બેવ હરેફરેને મોજ કરે છે.આ વાતને લગભગ દોઢ વર્ષ થયું છે.પણ બેવ પક્ષો લગ્ન કરાવવાની બાબતે થોડા મોળા છે.બે જીવ મળે હરે ફરે છે.બેવની આવક મર્યાદિત છે.ઘર લેવાનું સાહસ એકની આવકથી  શક્ય નથી.બન્ને મેચ્યોર છે.કયાં સુધી રાહ જુએ? બન્ને ને એકમેક પર વિશ્વાસ છે.લગ્નનો ખર્ચો કરે તો ઘરનું ઘર થતાં વર્ષો લાગે !!છેવટે બેવ જણ નક્કી કરે છે ને ઉપડી જાય છે કોર્ટ મેરેજ કરવાં.ઘરનાં મોટેરાંઓની સહેજ પણ પરવા કર્યા વિના કરી નાખે છે કાગળ પર કંકુનાં -બેવની સહિયારી આવકને જોરે ગોઠવી પાડે છે હોમ લોનનો હવાલો -બેવ લોનના પેપર્સ તૈયાર કરીને આવતાં દિવસોમાં એક સરસ મજાનાં ઘરમાં કંકુનાં પગલાં પાડશે .બેવની સહિયારી આવક ના જોરે કામ તરત પાર પડે છે !! મેં આમજ પૂછ્યું કે લગ્ન ?? તો કહે સાહેબ પાંચસો માણસો જમી જશે તોય છેલ્લે તો કાગળ જ બોલશે ને ?આજે કરો કે પછી શું ફરક પડે છે ?વાત તો ગળે ઉતરે એવી છે !! આગળ તેઓ વાત ઉમેરે છે કે અમને એકમેકમાં વિશ્વાસ છે.હવે ઘરવાળાઓને સમય લેવો હોય એટલો લે અમે ક્યાંસુધી તેમનાં ભરોસે બેસી રહીએ? કંકુ ના કાગળ પર કરી  નાખ્યાં છે -લગ્ન પહેલાં કંકુ થાપા માટે ઘર તૈયાર થઇ જશે..ધન્ય છે આ યુગલ ને..કાગળ પર કંકુના કરવા બદલ અભિનંદન !! 

Monday, September 3, 2018

'નટસમ્રાટ'જોવા મમ્મી પપ્પાને બેસાડો ને તમે શું થયું?! જોઇ આવો..

ફિલ્મ બાબતે આજે અને ગઇકાલે અેમ બે વાર અેક જ થિયેટરમાં ગયો.નક્કી અેવું થયું કે આપણે અેક ક્લાસિક જોઇએને અેક પોપ્યુલર -નટસમ્રાટ બાબતે મારે મન મોટી ઉપલબ્ધી અે હતી કે હું અેનો પ્રથમ શ્રોતા હતો.(ફ્રેશ વ્યુઅર-કોઇ અન્ય ભાષામાં ભજવાયેલાં-સચવાયેલાં કે ચવાયેલાંથી અજાણ) મારો સહભાગી હતો ૯ વષૅનો મારો પુત્ર કે જેણે સાચી રીતે આ ફિલ્મને માણી -અેની સિધ્ધાથૅ રાંદેરિયાની અેની મા ને..ની ફ્રેમ તૂટી -જે મારે મન મોટી ઘટના હતી -અે જયાં જયાં જોડાયો ત્યાં ત્યાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો..
મારે અેને સતત કહેતા રહેવું પડ્યું કે બેટા...અે અેક્ટિંગ છે!!ખેર અેણે પિક્ચર માં ક્યારેય અેવું ન કહ્યું કે ડેડી નથી જોવું કે ઘરે ચલો.હવે ફિલ્મ પર આવું (આ બાબતે નવ વષૅની ઉંમર ના છોકરાનું કેથાસિૅસ થવું અે તાકાત છે )
૧.સુપર અેક્ટિંગ સિધ્ધાથૅ રાંદેરિયા અને મનોજ જોષીની.બેવ માંધાતાઅો રમજટ બોલાવે છે .
૨.સરકાર નું મૌન અને અભિનય કલા ખુબ સરસ.
૩.બધાને તાવ આવેને ખબર ન પડે??વધારે પડતું 
૪.સોલ્વોલોકી બાબતે અંતે મનોજ જોષીના આત્મા જોડે નો સંવાદ બ્રિલિયન્ટ આઇડિયા.નહીંતર સિધ્ધાથૅભાઇ હાંફી જતાં ને પ્રેક્ષકો કંટાળી.
૫.બાપ- દિકરા -વહુનો સંઘર્ષ આટિૅફિશિયલ લાગ્યો -જ્યારે દિકરી જમાઇ થોડા ઉતાવળા જો આ બન્નેના અભિનયમાં જગ્યાઅો હતી.
૬.સ્મિત અેન્ટ્રી -અેક્ઝિટ નિભાવી જાય છે પણ વચમાં ફિલ્મો કરતાં અેનાં ગુરુના નાટકના ડાયલોગ્સ બોલતો હોત તો?? કેરેક્ટર સારું પકડ્યું..પણ રિક્શા ના સાઇડ મિરરમાં જોઇ બુઢિયા ટોપી કાઢીને 'કટ' કર્યું હોત તો..વાત વધારે અસરકારક બની હોત.(પૂવીૅપાસે આટલી આશા હતી)
૭.સ-શ-ષની બ્હાર આવો હવે !! સચવાયેલા ચવાયેલા ને હવે તો હવાયેલા થઇ ગયાં છે.
૮.યુ ટુ બ્રુટસમાં ઉતાવળ થઇ અે પહેલાં હોલમાં માહોલ ન જામ્યો
ટુ બી અોર નોટ ટુ બીમાં પણ આગંતુક જેવા પ્રેક્ષકો ભેરવાયા!!
૯.જીવન નાટક - નાટક જીવન ચોટદાર .
૧૦.અેકવાર અેટલાં માટે જુઓ કે ૧૯૬૦નાં સમયમાં ધૂમ મચાવનાર ક્લાસિક જોડે સમય ગાળવાની તક ન જતી રહે.અને 'હા'આગળ કહ્યું અેમ સિધ્ધાથૅ રાંદેરિયાની અને મનોજ જોષીની સક્ષમતા માટે તો સારી સ્ક્રિપ્ટો લખો..!
હવે...શું થયું?! 
મગજ ધેર મૂકી ને જવું -
પેલી છેલ્લો દિવસવાળી ટીમ...
થોડો કંટાળો રિશેપ્સનવાળા સીનમાં આવે છે.
બાકી બધુ જળવાઇ જાય છે.
જાડિયા મહારાજનું કાડૅ વાંચવાનો સિન કટ કર્યો હોત તો?
તો ચૈતાલીની ઉંમર દેખાય છે!!મેકઅપમેનને સાચવો લા..!!
શરૂઆતમાં કાડૅસુધીની તૈયારી બતાવ્યા પછી પાછી લાંબી તૈયારી ??
-બુલેટ ખોવાય ને પછી મળે શું લોજીક??
જેને છેલ્લો દિવસ ગમી હતી અે બધા પ્રેક્ષકો સમયાંતરે મોટા થયેલા હોવાથી જોડાઇ શકશે.જયારે નવા જોડાવાની કોશિષ કરશે પણ !! વન ટાઇમ વોચ.
બેવ ફિલ્મો જોઇ આવો લા..અને હા છેલ્લે અેટલું ચોક્કસ કહીશ કે 'નટસમ્રાટ'જોવા મમ્મી પપ્પાને બેસાડો ને તમે શું થયું?! જોઇ આવો..બેવ સચવાશે !!
બ્રિજ પાઠક ૩ સપ્ટેમ્બર ૨૦૧૮.