Monday, September 10, 2018

કાગળ પર કંકુ ના

અમદાવાદમાં અનોખું ન જડે તો જ નવાઇ !!ભલે સ્વગોક્તિ લાગે પણ એટલું ચોક્કસ કહીશ કે મારી નું અનુભૂતિ  વિશ્વ આ નગર સાથે બદલાયું છે.સર્જનનો ધસમસતો પ્રવાહ કંઈક અલગ જમીન પરથી જ ધપે છે.હું પોતે મહેસૂસ કરી શકું છું આ બદલાતી જમીન પર પથરાયેલી એની વિકટતાઓને.સતત શીખતો રહું છું -બદલાતા વિશ્વ ને જોયાં કરું છું !!આજે સવારે મારી જોડે કંપની પીકઅપ સ્ટેન્ડ પરથી પહેલાં દરરોજને હવે જવલ્લે જ આવતા એવાં એક મિત્ર સાથે મારો પહેલેથી જ મનમેળ.પણ અમદાવાદી શિરસ્તા મુજબ ઓફિસ સિવાયની વાત નહિંવત થાય એ સ્વાભાવિક છે!!પોતે નજીકનાં એક ગામનાં હોવાના નાતે ક્યારેક ગામ શહેરની વાતો થાય.મેગાસિટીની વાતો ન્યારી.બધાપહેલાં સહવાસ અને પછી સમયાંતરે કામના સ્થાને નજીક પડે એવું રહેવાસનું વિચારે -આમ થતાં થતાં ગામડાં ખાલી થાય ને શહેરમાં ઠલવાય.થોડા સમય પહેલાં મળતાં ત્યારે વાત પરથી વાત નીકળે એવું જાણવા મળ્યું કે ઘરનાં વડીલો એ તેમનું એક જ્ઞાતિની જ  છોકરી સાથે ગોઠવી રાખ્યું છે.છોકરી પણ અમદાવાદમાં જ કોઇ ખાનગી કંપનીમાં જોબ કરે છે.
સાંજ પડે બેવ હરેફરેને મોજ કરે છે.આ વાતને લગભગ દોઢ વર્ષ થયું છે.પણ બેવ પક્ષો લગ્ન કરાવવાની બાબતે થોડા મોળા છે.બે જીવ મળે હરે ફરે છે.બેવની આવક મર્યાદિત છે.ઘર લેવાનું સાહસ એકની આવકથી  શક્ય નથી.બન્ને મેચ્યોર છે.કયાં સુધી રાહ જુએ? બન્ને ને એકમેક પર વિશ્વાસ છે.લગ્નનો ખર્ચો કરે તો ઘરનું ઘર થતાં વર્ષો લાગે !!છેવટે બેવ જણ નક્કી કરે છે ને ઉપડી જાય છે કોર્ટ મેરેજ કરવાં.ઘરનાં મોટેરાંઓની સહેજ પણ પરવા કર્યા વિના કરી નાખે છે કાગળ પર કંકુનાં -બેવની સહિયારી આવકને જોરે ગોઠવી પાડે છે હોમ લોનનો હવાલો -બેવ લોનના પેપર્સ તૈયાર કરીને આવતાં દિવસોમાં એક સરસ મજાનાં ઘરમાં કંકુનાં પગલાં પાડશે .બેવની સહિયારી આવક ના જોરે કામ તરત પાર પડે છે !! મેં આમજ પૂછ્યું કે લગ્ન ?? તો કહે સાહેબ પાંચસો માણસો જમી જશે તોય છેલ્લે તો કાગળ જ બોલશે ને ?આજે કરો કે પછી શું ફરક પડે છે ?વાત તો ગળે ઉતરે એવી છે !! આગળ તેઓ વાત ઉમેરે છે કે અમને એકમેકમાં વિશ્વાસ છે.હવે ઘરવાળાઓને સમય લેવો હોય એટલો લે અમે ક્યાંસુધી તેમનાં ભરોસે બેસી રહીએ? કંકુ ના કાગળ પર કરી  નાખ્યાં છે -લગ્ન પહેલાં કંકુ થાપા માટે ઘર તૈયાર થઇ જશે..ધન્ય છે આ યુગલ ને..કાગળ પર કંકુના કરવા બદલ અભિનંદન !! 

1 comment: