હું સફરમાં છું .આ પૂર્વે પણ લોકાભિમુખ માં વાત માંડી હતી -આજે પણ કઈક એવું જ બને છે .અમારી કંપની ના ડ્રાઇવર સાગરભાઇ દેસાઇ જોડે એક પ્રસંગે નજીકના સ્થાને જવાનું થાય છે -એમની ગાડી પર લખ્યું છે વાલી વિહત.દેસાઇ હોવાને નાતે પોતે ભારાડી અને મને મારા મોટાભાઇ જેવા લાગે -એમની સાથે વાતો કરવાની ખૂબ મજા પડે.એમની ભાષા બોલી આપણા કરતા જૂદી છે .મેં આમજ પૂછ્યું કે આ તમારી વિહત માં જે છે એ ક્યાંના ? ને એમણે શરૂકરી કથા -પારકર થી આવેલા અમારા વિહત માં -પાડા પર એમની સવારી અેમને વીસ હાથ છે અેટલે મેં મનોમન ગોઠવ્યું- વીસહથનું અપભ્રંશે વિહત થયું હોવું જોઇએ કથા આગળ ચાલે છે અેકવાર અેવું બને છે કે.. ભવપરાનો મોતિયો તરગાળો આવી દેહાણા ગામના સરપંચને ચાચર ચોકમાં રમવા માટેની પરવાનગી માંગી-સરપંચે કહ્યું તું કાલે રમજે આજે તો ગામમાં -જીવણમારની વેહ છે વિહતની જાતર છે -પણ તરગાળા એ તો એ વાતની પરવા કર્યા વગર જ ચાચરમાં રમવાનું શરૂ કર્યું -જોતજોતામાં ભીડ જામી -વેશ જામ્યો ને મોતિયો રમણે ચડ્યો માટલા માં ગરબો લઇ ને આવણું પોકાર્યું માતાનો ગરબો હીંચે ચઢ્યો ને બીજીબાજુ રમેલ ઢોલ વાગ્યો એક બાજુ ચાચરમાં ભવાયો રમે ને બીજીબાજુ માની જાતરનું તેડું આવ્યું -એકબાજુ ભુવો ધૂણે ને બીજે તરઘાડો રમે -ખરા ખરીનો ખેલ જામ્યો પણ આ શું વિહત ની જાતર એટલે એમાં તો જવું જ પડે ને એક પછી એક લોકો ખસતા ખસતા ટોળું વીખરાયુંને -છેલ્લે એકલો રહી ગયો મોતિયો .મોતિયો તો વેશમાં હતો તે હાથમાં ગરબો લઈને પહોંચ્યો જાતરમાં -ભુવો જાતર માં આશીર્વાદ આપે સૌનું ભલું થાજો -જેને જે મનમાં હોય એ મુરાદ પુરી થવાના ઓરતાં રચાય -સઘડી લઇને પહોંચ્યો મોતિયો ઘૂંઘટમાંથી ઝૂકે માંની જાતરમાં માંને નમી નમી ને પગે લાગે માડી એ આપ્યા અંતરના આશીર્વાદ દૂધને બાજરી બહુ મળો ને પછી મોતિયો કહે માં દૂધને બાજરી તો છે જ પણ મને તો પા શેર માટી ની ખોટ છે -માંએ એને કહ્યું કે નવ મહિને તું એક દીકરાની માતા બનશે-મોતિયો કહે માં સાચવીને આશીર્વાદ આપજો -ભુવામાં ધૂણતી વિહત બોલી અફર છે મારુ વ્હેણ ને મોતિયાએ પોતપ્રકાશ્યું ને તાબોકો પાડી ને કહે હું તો પુરૂષ છું .જાતર માં સોપો પડી ગયો -ડેકલો વગાડ -વગાડ માવડીયા જા તને વિહત કહે છે કે હવે તને એક નહીં પણ અઢાર મહિને બે જોડિયા અવતરશે -દિવસે દિવસે મોતિયાનું શરીર ગળતું જાય છે પેટ મોટું થાય છે ને અઢાર મહિને અવતરે છે બે જોડિયા નામે નાનીયો ને ભડિયો -એમનાં પોષણ માટે દૂધ ની બાબતે બાજુના ગામની વલવી વાઘરણ ને બોલાવવામાં આવે છે એની છાતીમાંથી દૂધ ની ધારાઓ વછૂટી ને સીધી જાય છે નાનીયા ને ભાડિયા ના મુખમાં -આવી હતી પરચાવાળી અમારી વિહત જેના સ્થાનકો ચારોલ-વિસતપૂરા ને ઇન્દ્રોડા -સાણંદ માં છે યુ ટ્યુબ પર રેગડી મોજૂદ છે.મારી આ સફરમાંલોકાભિમુખ થતાં એક નવાં જ વિસ્મયને મળ્યા નો આનંદ છે.
No comments:
Post a Comment