ચ્હા ...ચા... સાથે મનદિલીનો નાતો..ભરત ત્રિવેદી જોડે અડધી સિગરેટ -ચ્હાનો ઉમળકાનો વ્યવહાર અેકવાર ભરતભાઇ જોડે હરણીનાં ટોલનાકા સામેની પટરીઅે જૂની મેયો હોસ્પિટલનાં રસ્તા પર થી જઇ ચઢ્યા..અેમણે મને રસ્તામાં જ કહી દિધું હતું કે..ચ્હા કદાચ સામાન્ય કક્ષાની હશે પણ બનાવનારાની હરકત તને ગમશે.બે ત્રણ ગ્રાહક હતાં .અમે લાકડાની બેન્ચ પર ગોઠવાયા..ને જે જોયું અે..સફેદ કાછિયા બંડી પહેરેલો અડધા શરીરનો કાકો જેણે જાડા ચશ્મા પોતાની આંખે દોરીથી પાછળ ગાંઠમારીને ચઢાયા'તા..અેણે તપેલી ઉટકી.અેકવાર પાછું પોતુ કર્યું ..સંતોષ ન થયો ફરી કર્યું ..ત્યાંથી સુધી ઠીક ..ફરી તપેલી ધોઇ ..ડબલામાંથી પાણી રેડ્યું..અમે ત્યારસુધીમાં સિગરેટ સળગાવી .
ભરતભાઇ કહે..હવે આ ચ્હા બને ત્યાં સુધી તું અેની અેક્ટિવીટી જો જે..ફરી વળી પાછું એવું બન્યું કે એણે એ તપેલી નું પાણી ઢોળી દીધું ફરી પાછું ડબલામાંથી પાણી લીધું પેલું જે ઉકળતું હતું એને ફરી પાછું ઢોળ્યું સાણસી લીધી પછી એને સાફ કરી સાફ કર્યા પછી ફરીવાર એક કપડાથી લુછી પેલામાં આદું નાખ્યું તપેલીને ગોળગોળ ફેરવી આવી ચોખ્ખી ચણાક કરેલી પેલી લારીમાં ફરી પાછો એણે કકડો ફેરવ્યો હાથમાં સાણસી લીધી ફરી પાછું એનું એ ત્રણ વાર કર્યું .ચા ઉકાળી રહી ત્યાં સુધી એ બાપલા ને સ્હેજપણ જપ નહીં !! ધરપત નહીં!! સાણસી લે મૂકે ફરી પાછી તપેલી ફેરવે પણ બાપલા ને જરી જપ નહીં ! આમ કરતાં ચ્હા આવી .ફરી પાછું ચાલુ થયું અેનું સફાઇ અભિયાન ..ધન્ય છે અેની લાક્ષણિકતાઓને ..જરાય જપ નહીં...વસ્તુ મૂકી પછી પાછી ફરી ગોઠવી ફરી મૂકવાની ગજબ કરામત કરતો કાકો..!!આખું અસ્તિત્વ ચા મય ..આ બધામાં પાછી અે જે કરે અેની રનિંગ કોમેન્ટરી ભરતભાઇ આપતાં જાય..ચાહતની સાથે કાયમ જોડાયેલી હોય છે ચ્હા..મારો શે'ર
ડિસ્કશનનો મુદ્દો અે છે કે..!
ગેલોડૅની ચ્હા સારી જોઇએ
તો મ્યુઝિક કોલેજમાં હતો ત્યારે મહાલક્ષ્મીની ચ્હા સાથે પાપડી શક્કર પારાની લહેજત..ગાંધીનગર ગૃહની બ્હાર ઇલાયચીવાળી ચ્હા..મહુવામાં ચાઉસની ચ્હા મેડા પર બેસીને પીવાની મજા તો..હોસ્ટેલનાં ગેટ પર શ્યામકાકાની ચ્હા સાથે ઠેપલાં અને પૌંવાની લહેજત...ફતેહગંજ આરિફની ચ્હા તો તા.સા.વિ.ની અેસ.અેસ.જી.હોસ્પિટલ ની સામે મળતી ચ્હા...અદમ્ય નાતો રહ્યો છે ચ્હાની ચાહતનો ..મારા દાદા રસ્તે ચાલતાં ને બોલાવી ચ્હા મૂકજો ની બૂમ પાડતા..બા ની લિમડીવાળી આદુવાળી ધમધમાટ ચ્હા તો મારા પપ્પાની આખાદૂધની કાંટેદાર ચ્હા..કોલેજમાંથી આવી ઘરે પધારતી બેનપણીની આદુવાળી ચ્હાનો હું અલબેલો આશિક રહ્યો છું ..તો ક્યારેક મોટેરા વડિલોઅે આ આદતો ને ધરાર દૂધ નથી કહ્યું છે ત્યારે બજારમાંથી દૂધ લાવી ચ્હા બનાવડાવી છે..મારી આ પ્રેમહઠે સૌ હાયાૅ છે ..કયારેક દિપક વ્યાસ જેવાં મિત્રોને ત્યાં વગર કિધે ચ્હા મળી છે..ગોધરા મહાકાળીની ફક્ત ચ્હા પીવા જવાનું પ્રંસંગોચિત બન્યું છે..આ બધું અનાયાસ થયું છે ને થતું રહેશે .કોચિનમાં કાવામાં ઉપરથી દૂધનાંખી આપવામાં આવતી ચ્હા માણી છે..
કનિષ્ટમાં કનિષ્ટ પંડિત ની ડિઝલ જેવી ચ્હા પણ પિધી છે..ઇન્ડોનેશિયામાં જ્યાં દૂધને સૂસૂ કહે છે ત્યાં પણ અન્ચોલ સિટી જકાર્તા માં કન્ડેન્સ મિલ્કની ચ્હા જાતે બનાવી પીધી છે..હાલ અમદાવાદમાં ખેતલા આપા કે પરિષદની બ્હાર તો અેચ.કે.ની ટપરી પર ચ્હાની જયાફતો લૂંટી છે..
હમણાં જ્યારથી મોળી પિવું છું ત્યારથી આ બધા પર બ્રેક છે.પણ હા ચા.ચ્હા ને ચાઇ પિવડાવવાંવાળા બધાં ગ્રેટ છે...ત્રિલોક મહેતાનાં ઘરે થી નિકળતા ચપ્પલ પહેરી લીધાં પછી અંદરથી આવતો અવાજ..ચ્હા મૂકી છે...આજેય જગત આખાની ગતિને થંભાવવાની તાકાત ધરાવે છે ...!!આ પળે કલ્પનાકાકી થી માંડી ટીંબારોડ પર ચ્હાનું રસપાન કરાવતાં અે રામચરણનો હું અેટલા માટે આભારી રહીશ કે તેઅો અે જીવતાં જીવત અમૃત પાયું છે .અમે ચ્હામાં આઇસક્રીમ પણ નાખ્યો છે તો કયારેક ચ્હાની ચાહમાં ખારીસીંગને ચાવણું બનાવી છે..નાતો અફર રહ્યો છે ચા ચાહી અને ચ્હાનો.
હે ચ્હા તું મારી માશુકા છે...!!


વાહ.... ચ્હા... ચા નથી પીતો પણ ગદ્ય થી કદાચ એટલી જ લિજ્જત માણી.... ધન્ય ગુરુ ધન્ય...
ReplyDeleteAwsome !
ReplyDeleteYou haven't enjoyed tea only by drinking but also enjoyed all aspects related to world of tea..
stimulating as tea
ReplyDelete