Friday, September 28, 2018

પરફ્યુમ -પેન - પ્રેમિકા

સતત જેની  ખેવના તમને રહ્યાં કરતી હોય.તમે જેને પામવાં કોઇપણ હદ પાર કરી શકો.જે તમને નવતર લાગ્યાં કરે -ફરી ફરી એનાં તરફ તમારું મન વળ્યાં કરે.તમારી પાસે હોય ને છતાં તમને એની ઝંખના રહ્યાં કરે.એવી એકાદ બાબત હોય તો ઠીક છે !! પણ જો એવી ત્રણ ભિન્ન બાબત હોય તો ખિસ્સાંને પોસાવું ક્યારેક મોંઘુ પડે.રસપ્રદ બાબત તો એવી હતી કે મને આ બાબતોની કિંમત મને સમયાંતરે સમજાઇ !!પરફ્યુમની બાબતે એક દા એવું બન્યું કે મારાથી ગીવેનચી ના પરફયુમ ની શીશી ઢોળાઇ ગઇ  હતી !! પેન ની બાબતે પારકર ની એક પેન ઘરમાં મિસ્ત્રી બેસાડ્યો હતો તો એને માર્કીગ કરવા માટે આપી દીધી હતી!! અને પ્રેમિકા ને પ્રેમ કરીને કૉલ ન પાળી શક્યાં ના કારણે અમે છુટ્ટા પડ્યાં હતાં !!આ ત્રણ ને હું મારી ભૂલ ગણું છું પણ તેમાંથી કોઇના સંમોહનથી હું બાકાત નથી.મોબલા -પારકર -વોટરમેન -ક્રોસ -શેફર-લેમી જેવી પેનથી આજેય ખૂબ પ્રેમ છે. તો સેન્ટિયાગો -બ્રુટ -ચાર્લી -અજારો -પોલીસ -સી.કે.પોલો -કે ચેનલ આજેય મારા વોડરોબ ની શોભા છે. પ્રેમિકા જેનો આજેય સંપર્ક ખપ પૂરતો સમાચાર લગી નો સાબૂત છે.
આ ત્રણની ખાસિયતો એટલી છે કે રોમાંચ હજુ કાયમ છે.મને પેનની સખત તાલાવેલી હોય લખતા પહેલાં લગભગ એવી બાબતે કન્ફુઝ જ હોવું કે કઇ પેનથી લખવું ? ઇન્ક પેન ગમે અરુલની કેલિગ્રાફીનો સેટ હોય તો આપણને ભયો ભયો.ક્રોસ ખોસીને નીકળો તો કોર્પોરેટ જગતમાં સોટો પડી જાય.સમજવાવાળા મોબલા ને એના તારાથી ઓળખી પાડે.  જોકે લખાય તો સરખું જ પણ મજા માણે એની બાકી તો એક કવિ મિત્રને પૂછ્યું કે કઇ પેન લઉં તો મને હસતાં હસતાં કહે પાંચ રૂપિયાની!!જોકે બોરો ની સાદી રીફીલ થી માંડી ને બીક સુધીની પેનમાં આપણને રસ પડે..પેન નો ભાવ નહીં પણ ભાવવાળી પેન નું આકર્ષણ 
બહાર નીકળતા એ જ અસમંજસમાં હોવું કે આજે કઇ સુગંધ પહેરી નીકળું ? મને યાદ છે કે એડનવાળા ને ત્યાંનું મને પોલો સ્પોર્ટ સવિશેષ ગમે છે યમુના નું જોર્ડન કે ફિરદોસ આજેય આકર્ષણનું કેન્દ્ર છે અત્તર બાબતે અજમલ અને સેન્ડલ વ્હાલા રહ્યા છે-મિત્ર કલ્પેશ ઉપાધ્યાયે સેન્ટિયાગોની આદત પાડી છે.પરદેશથી આવવાવાળા ચેનલ 5 લઇને આવે.કયારેક મસ્ક -ઈવા રેડ -ડુ ઇટ -પોઇઝન-ફોર એવર ને કોબ્રા મારા માટે આકર્ષણ નું કેન્દ્ર રહ્યા છે ને રહેશે.
પ્રેમિકા બાબતે બે હજાર પાંચ સુધીનાં સંભારણા યથાવત છે ફક્ત કમ્પ્લેઇન એટલી જ છે કે હું બે હજાર અઠાર માં જમાના ની સાથે બદલાયો છું ને એ હજુય આપણે છેલ્લા મળ્યા હતાં એ સિવાયની બધીજ વાતોને પોતાના તાળવે ચોકલેટ ચોંટાડીને જીભ ફરાવવાની મજા માણે છે ને મને એ બાબતે ડાયાબિટીસ થયો છે!! એટલો ફર્ક છે પણ ઘેલછા ત્રણેયની છે ને રહેશે એનો આનંદ છે. 
         

6 comments: