Sunday, July 22, 2018

ભલે અમે રહ્યા થોડા હરખ પદુડા ઘેલા -અમે છીએ જ એવા!!

અમે અવસર ઘેલા. અમારે ત્યાં સત્યનારાયણ ની ક્થામાંય વીસ જેટલા માણસો જમનાર હોય.કશું થોડું ન પરવડે બધામાં હૈસો -હૈસો.અમથા અમથા નોતરાં દેતા ફરીયે -ભેગા મળી ને જમવાનો આનંદ.મને મારી બા સામેથી જ પૂછે આ વર્ષગાંઠે કોને કોને બોલાવશું .તારા કેટલા ભાઈબંધો આવશે ? હું કહું પાંચ ને આવી ચઢે બાર -ઘરમાં એની કોઇ ને નવાઇ નહીં -માત્ર આનંદ .મમ્મી કહે મહેમાન ક્યાં છે .અન્નપૂર્ણાની કૃપા પણ એવી કે ક્યારેય કશું ખૂટે નહીં .પપ્પાની આદત રસોડે શું છે -શું ઓછું છે કે ખૂટશે ની પરવા કર્યા વગર મહેમાન સામે ઓર્ડર કરે કે પેલું લાવજો -ક્યારેક મમ્મી અંદર મને બોલાવી ને ખૂટતું લેવા મોકલે ને -બધું સચવાઇ જાય -કોઇ ને ખબર સુદ્ધાં ન પડે -પહેલેથી સગા વહાલા નો આવરો-જાવરો .મને યાદ નથી કે હું કોલેજથી ક્યારેય એકલો ઘરે જમવા આવ્યો હોઉં .જોડે એકાદ હોય -મારી બા તેઓ ના દેખતા ભાખરીઓ ગરમા ગરમ ઉતારે -શાક ઘટે તો ફ્રીઝ માંથી શ્રીખંડ નો ડબ્બો નીકળે -આનંદ કરતા જમતા હોઈએ -લઘુરુદ્ર અમાસે થતો -હું તો જાહેર જેવું જ આમંત્રણ આપતો બ્રાહ્મણો જમે ને જોડે અન્ય બીજા કઇ કેટલાય ઉમેરાય -પહેલા રોશની ને થતું કે આ બધું શું છે ? પણ સમયાંતરે એ પણ જોડાતી થઇ -કયારેક પાર્ટી હોય તો કયારેક હરખ ના તેડાં એ પણ હસમુખી અને ઉત્સાહી હોવાને નાતે બહુ વાંધો ન આવે -બસ એટલું ખરું કે મમ્મી જોડે એ પણ રસોડામાં ભરાયેલી જ રહેતી.હવે ભવ્યભાઇ પણ ઘણા ખરા રંગે રંગાયા એમની જોડે પણ એમના દોસ્તો નો મેળાવળો જામે છે . સમયાંતરે શારીરિક શ્રમ ની ક્ષમતા માં વધ ઘટ થતાં પ્રસંગો ની સંખ્યા માં વધારો ઘટાડો નોંધાય છે પણ શિરસ્તો તો હજુ ચાલુજ છે -કેટલાક કવિ મિત્રો મમ્મી ને અન્નપૂર્ણા કહે -ગૌરવ છે એ બાબત નું ઈશ્વરની પાસે એટલું જ માંગવાનું કે બસ અમને શક્તિ આપ .માણસ ક્યાં છે ? મહેમાન ક્યાં છે ?કોઇ ક્યારેક પૂછે કે બધાને ખવડાવી શું મળે છે ?એનો જવાબ છે આનંદ .બેઠો છે ને પેલો હજાર હાથ વાળો પછી શેની ચિંતા -બસ આવનાર ના ચહેરા પર નો આનંદ એજ અમારી ઉપલબ્ધી.બાકી તો બધાય જીવે છે.ભલે અમે રહ્યા થોડા હરખ પદુડા ઘેલા -અમે છીએ જ એવા -હતા ને રહીશુ કાયમ  . 

1 comment: