સ્વર્ગવાસી શબ્દ હવે વાસી થયો હોય એવું લાગે છે.સ્વર્ગારોહણ શબ્દ જોડે જોડાયેલી કાયાવરોહણ ની વાત સૌ જાણે જ છે -ત્રીશઁકુ અને વિશ્વામૈત્રી ઋષિ કે જે એક માત્ર ક્ષત્રિય હતાં.પણ આજ વતપ્રદની અત્યારની એટલેકે 2018ની વાત કરું છું.મારે એમની સાથે મનદિલીનો નાતો છે એવા અમારા એક વ્હાલા સગાં અતુલભાઇ પંડ્યા ના પિતાજી સુર્યકાન્ત રમાશંકર પંડ્યા 13/12/2018નાં રોજ બ્રેનડેડ જાહેર થાય છે.આ બાબત ઘરનાં અન્ય એક શુભ પ્રસંગ ને દયાને રાખીને બીજા દિવસે જાહેર કરાય છે.અહીં થી શરૂ થાય છે શુભાશુભની હારમાળા.આપણી ગુજરાતી ભાષામાં જતાંને આવજો કહેવાનો અનેરો ઉપક્રમ છે.આવજો એ જવા વાળા માટે ફરી મળવાનું ઇજન છે.એમનાં જ મિત્ર પ્રહર્ષ મહેતા ના શબ્દોમાં કહું તો "અતુલ એ માત્ર જન્મે નહીં કર્મે પણ સવાયો બાહ્મણ છે"પોતાનાં પિતાજીનાં આ પ્રસંગ ની તૈયારી ના ભાગરૂપે એમની ઇચ્છાનુસાર ની સામગ્રીઓ એકઠી કરી વાસ્તવિકતા નો સહર્ષ સ્વિકાર કરનાર આવો દિકરો આજનાં યુગમાં મળવો શક્ય નથી.જાણેકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ને ફોલો કરતાં હોય તેમ એમની બને એટલી બધી જ ઈચ્છાઓ પૂરી કરી એમને આવજો કહેવાનો પ્રસંગ ઉજવવા માટે મન માં કેવી લાગણી સાથે બધી તૈયારીઓ કરી હશે ? શોક કે વિષાદ નહિ પરંતુ પ્રાર્થના ઉમેરાય.દીકરીની વિદાય હોય તો ભીંતે કંકુથાપા હોય પરંતુ બાપ ની વિદાય વખતે એમનાં કંકુ પગલાં લેવાય !!આ પ્રથા નવો ચીલો ચાતરનારી છે ! સી ઑફ ને સોરો ફૂલ નહીં પરંતુ જૉયફુલ બનાવવાની વાત છે.13માની વિધિમાં જયારે દર્ભની વીંટી પહેરીને પિંડ વ્હોરવાનો પ્રસંગ આવે છે ત્યારે ભલભલા ના કાળજે કંપારી છૂટે છે એવાં પ્રસંગે સગાં વ્હાલાઓને આલિશાન હોટલમાં મિજબાની આપીને પોતે ઋણમુક્ત થતાં આ જીવને સો સલામ...એટલું જ નહીં ત્યાં પણ પછી પ્રાર્થના નો એકધારો ઉપક્રમ જોડાય એ નાની સૂની વાત નથી.આગામી દિવસોમાં આ સ્વર્ગારોહણ ની પુર્ણાહુતી પણ સંગીતની સંધ્યાથી કરવાનો ઉપક્રમ યોજવાનું વિચારી રહ્યાં છે.અંતે એટલું જ કહીશ કે ધન્ય છે એમને કે જેમણે આવા સંસ્કારોનું સિંચન કર્યું.

ખૂબ સુંદર પ્રથાનો પ્રારંભ
ReplyDeleteપિતૃભકિત,પિતૃૠણ,ચૂકવવાની અનોખી ઓળખ.
ReplyDeleteWah... Bhai wah
ReplyDeleteInspirational work as usual. Pranam
ReplyDelete