"શાગટમ્"આમંત્રણનું કહેણ ગામડામાં ગોંયજો આવી આપી જતો.સમયાંતરે કંકોતરીમાં ઘરનાં મોભીનું નામ અને પછી -સહકુટુંબ લખવાનો રિવાજ અત્યારે forwarded message નાં જમાનામાં Traditional માનવામાં આવે છે.હશે અે જૂની વાત !!પણ,ફોટોગ્રાફીમાં આ વિષયને અનુલક્ષીને વડોદરા મુકામે જેતલપુર રોડ પર આવેલ પી.અેન.ગાડગીલ શો રુમની ગેલેરી માં "સહકુટુંબ"ના ફોટોગ્રાફસનું પ્રદશૅન છે.પડિયા પરિવારનાં મોટાભાગનાં બધાં ફાઇન આટૅસ્ નાં જ કલાકારો છે.તદુપરાંત અન્ય બીજાઅોની આ વિષયને અનુરૂપ છબીઓઅે નોખી ભાત ઉપસાવી છે.ક્યાંક ઝાકળબિંદુઅોનો સમુહ પરિવાર બનીને રચે છે "સહકુટુંબ"તો ક્યાંક માટીનાં વાસણો,પંખીઅોનું સાયુજ્ય તો અે.સી.નાં આઉટડોર યુનિટ,સાંકળનો સમુહ ,બિયરની બોટલનું રસોડું ,કે પછી કાગળની રંગબેરંગી હોડીઓનો સમુહ રચે છે "સહકુટુંબ"ની આભા.તા.૨૦ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ખુલ્લું રહેશે આ પ્રદશૅન.આ તો હતી પરોક્ષથી પ્રત્યક્ષ થવાની વાત !!




પ્રદર્શનનું ખૂબ સુંદર અવલોકન અને તેનું આલેખન....
ReplyDeleteભાઈ બ્રીજ તારી લેખણી કમાલ છે. ખરેખર પરોક્ષ થી પ્રત્યક્ષ થવાની વાત તત્કાલીન સમયે સાદ્રશ્ય છે... અને આ વાસ્તવિકતા થી દૂર ભાગતા લોકો માટે આવો પ્રયોગ હવે અનિવાર્ય બની જાય છે... પ્રયાસ છે, તમારા જેવા મિત્રો આ પ્રયાસને આવકારે - પ્રસારે એ પણ ખૂબ મહત્ત્વનું છે..... દોસ્ત તું આમ અમદાવાદ થી ખાસ પ્રદર્શન માટે આવે અને પ્રોત્સાહે એથી વિશેષ મારા માટે શું હોય શકે...!?
કલા ખાતર કલા!!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGreat Concept
ReplyDeleteપરંપરા હજુ જીવંત છે।
ReplyDelete‘પડિયા માં પ્રસાદ’
ધ્નય છે આ કળા પરિવાર ને!
all ‘salt & peppered’ hair padiya are
my friends and i’m very proud of their
contribution to the સંસ્કારી નગરી।
����
કલમના કલાકારે પિંછી-રંગોના કલાકારને બિરદાવ્યા એના શબ્દોથી, ખૂબ સરસ.
ReplyDeleteવાહ ભાઈ વાહ ખૂબ જ સુંદર, પરિવાર ને જોડી રાખવાની કળા અને અવલોકન����������
ReplyDelete