Thursday, October 11, 2018
ખાલી જગ્યા પૂરો ...
એ
વ્યક્તિ નું નામ લખો
__________કે જેણે વિન્ડો શોપિંગ
કરી ને પોતાની પત્ની
ને કહ્યું કે પ્રિયે આપણી
પાસે આમાંની એક પણ વસ્તુ
નથી છતાં આપણે બન્ને
કેટલાં બધાં ખુશ છીએ
!! શિક્ષકો પાસેથી ઘણું શીખ્યો છું.જીવનનાં પાયાનાં સમીકરણો -વર્ગીકરણો -જોડકાં જોડો-સાચું કે
ખોટું - કારણ આપો -ટૂંક
નોંધ લખો વગેરે શીખવીને
ડુઝ ને ડોન્ટ્સ શીખવ્યા...આજે એવું થાય
છે કે જો તેઓ
ન હોત તો ??જીવન
ની સાચી રાહ ન
જ મળી હોત !!ખેર
વાત જાણે એમ છે
કે તેન તક્ત્તે ન
ભૂંજિથા જેને આપણે "તું
આપી ~ત્યજી~ને ભોગવ" એવું
ઓળખીયે છીએ એ બાબત
હવે સમયાંતરે સમજાય છે .
ચાલો
આપ એવું ધારો કે
એવું બને છે કે
એક રસ્તાની લારી પર નાના
મોટી સાઈઝવાળા ચાંલ્લાનાં પેકેટ, બક્કલ, બોરિયા, લાલ કાળી રીબીન,સેફટીપીન, મહેંદીના
કૉન વેચતી એક સરસામાન્ય લારી. લારી ને એમાંથી તમારી પત્ની પોતાની ખરીદી કરવાનું પસંદ
કરે છે પ્રસાધનના
સાધનો ખરીદે છે.ને તમે
ચાહો તો એમને રેવલોન
કે એલ 18-લેકમે જેવી બ્રાન્ડ પણ
ખરીદાવી શકો પણ,
એને તો પેલી રસ્તાની
લારીમાંથી બોરિયા ને હેરપીનો લેવાનો
ઉમળકો જાગ્યો તો કોઈ શું
કરે ? એમને મન કોઈ
બ્રાન્ડ કરતાં પણ,સહુથી મોટી
વાત કે એ સૌંદર્યના
પ્રસાધનો ખરીદે… તમે એની જોડે
હોવ એ એનો મનોરથ
છે…તમે એની સાથે છો
એનો એમને આનંદ
લૂંટવો છે. આ જગાનો
અહેસાસ સમજવો જરૂરી છે. જુઓને આ
કેવું રહેશે ?ને તમારું “ઠીક
છે”,-“સારું છે”, કે પછી
“તને ગમે તો લઈ
લે, સરસ લાગે છે..!”
કાયમ
પ્રાઇસ કરતાં વેલ્યુનું મહત્વ મોટું જ રહ્યું છે.હવે તમે જો
કોઈ મૉલમાં જાઓ છો તો
અનેક જગ્યાએ તમારું ધ્યાન હોઈ શકે! તમે
મેન્સવેરમાં ફાંફા મારો યા તો
પછી એક છોડીને બીજું
જુઓને વગેરે વગેરે. ધ્યાન ભટકાવવાનાં ઘણાં પરિબળો આજુબાજુ
મોજૂદ હોય. પણ, એ
રસ્તા પરની સિનર્જી જેવી
લારી પર મળતી નજર
સામેની ચીજ વસ્તુઓ ખરીદતી
વખતે તમારું એમનાં તરફનું સતત રહેતું ધ્યાન
એ મુખ્ય બાબત છે.. અરે
એ અરીસો નથી શોધતાં એ
તમને પૂછીને તમારા ચહેરાનાં ભાવો પરથી નક્કી
કરે છે કે એમને
એ કેવું લાગે છે.જેટલાં
પ્રસાધનો વધુ એટલી તૈયાર
થવાની વાર વધુ!!એમને
સાધનમાં રસ ને આપણને
એ જેવા છે એવાં
પણ, મારા છે ને
? એ બાબત માં બધુ
આવ્યું.
જોકે
આ મોડા સમજાયું કે
વ્યકિત ને વાપરવાનો આનંદ
કરતાં વપરાયાનો આનંદ વધારે લાંબો
ટકે છે.સાક્ષી ભાવ
શોપિંગ સાથે જોડાય છે-
ત્યારે મજા તો એ
બાબતની પડે છે કે
એ પછી જેટલીવાર એ
વસ્ત્રો આભૂષણો ધારણ કરે તેટલીવાર
એ કેવું છે... એના કરતાં એ
કોણે અપાવ્યું છે? એ બાબત
નું જ મહત્વ વધારે
રહે છે.
પરફ્યુમ
ની ખાલી બોટલ-મેકઅપ
નું બોક્સ -ડેરી મિલ્કનું રેપર-ફ્રેન્ડ શીપ બેલ્ટ કે
અન્ય આપણાંથી ધારીએ તોય અળગાં થતાં
નથી!! કે આપણે અળગાં
કરી શકતા નથી!! એનું
એક માત્ર કારણએ બીજું કઇ નહીં પણ
સામે વાળાનો સાક્ષી ભાવ છે.છૂટાછેડાનાં
કિસ્સાઓમાં સામસામે ની લેવડ દેવડનું
કારણ માત્ર
જેતે ની સાથે જોડાયેલી
યાદો નાં માળા ને
વિરખેવા માટે જ વડીલો
એ જોડ્યું હશે !! પણ જો પ્રેમપૂર્વક
લેવડ દેવડ વગર જો
આ બાબત બને તો??આ બધાંનું થર
હૃદય ના એક ખૂણે
ઘરબાયેલું પડી રહે છે.રૂજાયેલો કો ક ઘાવ
સતત એ પડ્યાં ની
પ્રતીતિ કરાવતો રહે છે એ
વીતેલા સમયની...!
જીવન
ક્યારેય અટકતું નથી ખાલી જગા
પૂરાતી જાય છે -સમીકરણો
બદલાય છે -જોડકાં જોડાય
છે ને અંતે ખરું
ખોટું સમજાય છે ને ટૂંકનોંધ
પછી કોઇ ક્યારેક આવી
પૂછી જાય છે કારણ
આપો !! ને રચાય છે
એક ખાલીજગા ..!! એક ચિત્રકાર કવિ
એમ બેવ સંજ્ઞા ઉકેલતાં
મિત્ર પિયુષ ઠક્કરની એક ઊર્મિ કવિતા
60ml cheers પર તરતી મુકવાનું મન
છે...પહેલાં આપણે ખાલી જગા
જોઈ ને પછી એ
જગાને ખાલી થતાં જોઈ..!!
Subscribe to:
Post Comments (Atom)
બહુ જ સરસ લખાયું છે ભાઈ...
ReplyDeleteસાચું છે...
Thanks a lot dear if i am not mistaken by considering your language of appreciation i think you are Trilok Mehta
DeleteWah...!!
ReplyDelete